માળીયા પોલીસ મથકે લીગલ એઇડ સેન્ટરનો શુભારંભ

ન્યાયાધીશ કે.એસ. ખન્નાના હસ્તે સેન્ટરનું ઉદ્દઘાટન

માળીયા : માળીયા તાલુકા કાનૂની સેવા સતા મંડળ દ્વારા માળીયા પોલીસ સ્ટેશન ખાતે લીગલ એઇડ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ સેન્ટરનું ઉદ્દઘાટન ન્યાયાધીશ કે.એસ. ખન્નાના હસ્તે કરવામાં આવ્યું હતું.

માળીયા પંથકમાં લોકોને કાનૂની સહાય તેમજ માર્ગદર્શન સરળતાથી મળી રહે તેવા આશયથી તાલુકા કાનૂની સેવા સતા મંડળ દ્વારા માળીયા પોલીસ મથકમાં લીગલ એઇડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટરનું ઉદ્દઘાટન કે.એસ.ખન્નાના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉદ્દઘાટન પ્રસંગે પી.એસ.આઈ. જે.ડી.ઝાલા, પી.એલ.વી.જયદેવ વૈષ્ણવ, જામ અબ્બાસ, મોવર આવેશ તેમજ કોર્ટ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.