માળિયાના મહેન્દ્રગઢ ગામે બે કારમાંથી રૂ.૨.૩૬ લાખનો દારૂ- બિયરનો જથ્થો પકડાયો

- text


માળીયા : માળિયાના મહેન્દ્રગઢ ગામે બે કાર માંથી ૨.૩૬ લાખનો વિદેશી દારૂ- બીયર નો જથ્થો મળી આવ્યો હતો. બનાવ સંદર્ભે પોલીસે એક શખ્સ સામે ફરિયાદ નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે
માળીયા પીએસઆઈ જે.ડી.ઝાલા જયદેવસિંહ ઝાલા,રમેશભાઈ મૈયડ,ભરતભાઈ જીલરીયા,ફીરોજભાઈ સહીત ના સ્ટાફ ને માળીયા ના મહેન્દ્રગઢ(ફગસીયા) ગામે  મોટો વિદેશી-દારૂ બીયર ની જથ્થો કાર મારફત આવવાનો હોવાની બાતમી મળતા તેઓએ મહેન્દ્રગઢ (ફગસીયા) ગામે આવેલ અવાવરૂ જગ્યાએ રેડ કરતા ત્યા પાર્ક કરેલી સફેદ કલર ની હ્યુન્ડાઈ એસન્ટ કાર નં. જીજે ૩૬ એફ ૪૩૩૦ અને સફેદ મારૂતી ફ્રન્ટીકાર નંબર જીજે ૫ એન ૬૩૦૧ ને ચેક કરતા તમાંથી બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલો નંગ ૧૮૫ કીમત રૂપીયા ૨,૩૧,૫૦૦/- અને બીયર ના ટીન નંગ ૫૪ કિમત રૂપીયા ૫૪૦૦/- અને બે કાર ની કિમત રૂપીયા ૧,૪૦,૦૦૦/- એમ કુલ મળી ૩,૭૬,૯૦૦/- રૂપીયા ના મુદ્દામાલ મળી આવ્યો હતો.

- text

બનાવ સંદર્ભે પોલીસે આ કામના આરોપી અસગર અબ્દુલભાઈ ચાનીયા રહે.કબીર ટેકરી મોરબી વાળા વિરુદ્ધ ગુનો દાખલ કરી આરોપી ને પકડવા  ચક્રોગતિમાન કર્યા છે.

- text