માદરે વતન જસાપરની શાળાના બાળકોને રોકડ પુરસ્કારથી પ્રોત્સાહિત કરતો મહેતા પરિવાર

- text


મોરબી : મૂળ જસાપરના હાલ રાજકોટ સ્થિત સ્વ. ચંદુભાઈ મહેતાના કુટુંબીજનો દ્વારા માદરે વતન જસાપરની શાળામાં તેજસ્વી વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત શાળા તરફ થી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ પણ અર્પણ કરવામાં આવી હતી.

દર વર્ષની માફક આ વષેઁ પણ મૂળ જસાપરના વતની હાલ રાજકોટ નિવાસી સ્વ.ચંદુભાઈ મહેતાના કુટુંબીજનો દ્વારા ધો.૫ થી ૮ ના પ્રથમ ,બીજા અને ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને અનુુક્રમે ૨૫૦, ૧૫૦ અને ૧૦૦ રૂપિયા રોકડા આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. દર વર્ષે તેમના દ્વારા આ રોકડ રકમ બાળકોને આપવામાં આવે છે. તે બદલ શુક્રમણિ પ્રાથમિક શાળા,જસાપરના આચાર્ય અશ્વિનભાઈ આહિરે તેમની આ અનેરી સેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

- text

આ ઉપરાંત શાળા તરફથી ધો.૧ થી ૪ના બાળકોને ચોપડા ,પેન, પેન્સિલ, કલરપેટી અને રબર જેવી વસ્તુ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વધુમાં ચંદુભાઈ મહેતા દ્વારા જસાપરની લાઈબ્રેરી માટે પુસ્તકો, બાળકો માટે શૈક્ષણિક કીટ, સફારી મેગેઝિનની પણ સુવિધા આપવામાં આવે છે.

 

- text