વાંકાનેરમાં દુધના ખાલી કેન ચોરી જતા તસ્કરો

- text


વાંકાનેર : વાંકાનેરના ભાટિયા સોસાયટીમાં પાર્ક કરેલી બોલેરો કારમાંથી તસ્કરો એલ્યુમિનિયમના દુધના ખાલી કેન ચોરી જતા ફરિયાદ નોંધાઇ છે.

- text

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વાંકાનેરના ચંદ્રપુર ભાટીયા સો.સા ગંગેશ્વર મહાદેવના મંદિર પાસે નુરમામદભાઇ બાદી જાતે મોમીન ઉ.વ ૨૧ ધંધો ડ્રાઇવીંગ રહે.જાલી તા.વાંકાનેર વાળાની બોલેરો યુટીલીટી વાહન રજી.નં. GJ 03 AX 9794 વાળીની લારીમાં રાખેલ ખાલી દુધના એલ્યુમીનીયમના કેન નંગ-૪ કિ.રૂ.૨૦,૦૦૦/- ની ચોરી કરી અજાણ્યા તસ્કરો નાસી જતા ફરિયાદ નોંધાઇ છે.

- text