મોરબી : ત્રિકોણ બાગ પાસેની યુનિયન બેન્કમા ભીષણ આગ

- text


ત્રિકોણબાગ નજીક આવેલી યુનિયન બેંકમાં લાગેલી આગ બુઝાવવા ફાયર બ્રિગેડના બે ટેન્કરો દ્વારા પ્રયાસ

મોરબી : મોરબીના ત્રિકોણબાગ નજીક આવેલી યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં ભીષણ આગ લાગતા મોરબી પાલિકાની બે ફાયરબ્રિગેડની ગાડીઓ દ્વારા આગ બુઝાવવા પ્રયાસો શરૂ કરાયા છે, સદનસીબે બેન્કિંગ કાર્યવાહી શરૂ થઇ ન હોય લોકીની આવન જાવન પૂર્વે આગનો બનાવ બનતા કોઈ જાનહાની થઈ નથી.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ત્રિકોણબાગ પોસ્ટ ઓફીસ નજીક આવેલી યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં આજે સવારે અચાનક આગ લાગતા મોરબી પાલિકાના બે ફાયર ફાયટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ બુઝાવવા પ્રયોસો શરૂ કરાયા હતા.

- text

વધુમાં ભીષણ આગને કારણે બેંકનું રેકર્ડ બળીને ખાખ થઈ જવા પામ્યું છે અને પ્રાથમિક અંદાજમાં લાખો રૂપિયાની નુક્શાનીનો અંદાજ લગાવાઈ રહ્યો છે.

બીજી તરફ બેન્ક શરૂ થયા પૂર્વજ આગ લાગી હોય સદનસીબે બેંકમાં ગ્રાહકોની ચહલ પહલ ન હોય એ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, હાલ ફાયર બ્રિગેડ દ્વારા બેંકના આગળ અને પાછળના ભાગેથી આગ પર કાબુ મેળવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

 

- text