મોરબીના કેરાળી ગામે પુન:નિર્માણ પામેલ રાધાકૃષ્ણ દેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

- text


કાર્યક્રમમાં ઉપસ્થિત રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહીરે રાજય સરકારે લોકભાગીદારીથી આરંભેલા જળ સંચય યજ્ઞમાં જોડાવવા સૌને અનુરોધ કર્યો

મોરબી : વધુમાં વધુ પાણીનો જળસંચય થાય તે માટે રાજયસરકારે લોકભાગીદારીને જોડી સુઝલામ સુફલામ જળસંચય અભિયાન શરૂ કરી રાજય ભરમાં આવેલા જળસ્ત્રોતને ઊંડા ઉતારવાનો જે આ યજ્ઞ આરંભ્યો છે. તેવા આ યજ્ઞમાં સૌને જોડાવવાના આજે મોરબી તાલુકાના કેરાળી ગામે પુન:નિર્માણ પામેલ રાધાકૃષ્ણ દેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમમાં આજે રાજયના સામાજિક અને શૈક્ષણિક પછાતવર્ગ રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહીરે જણાવ્યું હતું.

- text

મંત્રીશ્રીએ સૌરાષ્ટ્રની આપણી એક આગવી સંસ્કૃતિ છે. આપણે ગમે તેવા દુષ્કાળ, ભુકંપ કે જળ હોનારત હોય પણ હિંમતભેર અને ધૈર્યપૂર્વક સામનો કરી તેમાથી સારી રીતે બહાર નિકળી શકીએ છીએ, આંગણે આવેલાને ભોજનએ આપણી મહેમાન નવાજી આગવી રહી છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
કેરાળી ખાતે પુન:નિર્માણ પામેલ રાધાકૃષ્ણ દેવના ત્રણ દિવસના યોજાયેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આજે પ્રથમ દિને રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહીર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં અગ્રણીઓ રાણાભાઈ હુંબલ, સવજીભાઈ હુંબલ, જ્યોતિસિંહ જાડેજા,ચંદુભાઈ હુંબલ અને અમુભાઈ હુંબલ સહિતના અગ્રણીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

- text