હળવદ માર્કેટિંગ યાર્ડની બે પેઢી ઉઠમણા : કમિશન એજન્ટ અને ખેડૂતોના કરોડો રૂપિયા સલવાયા

- text


કમિશન એજન્ટ અને ખેડૂતોના નાણા ફસાઈ જતા છેલ્લા પાંચ દિવસથી યાર્ડમાં ધંધા ઠપ્પ જેવી હાલત

હળવદ : હળવદ માર્કેટિંગ યાર્ડના બે વેપારીઓએ કમિશન એજન્ટ અને ખેડૂતોના કરોડો રૂપિયા ફસાવી દઈ ઉઠમણા કરતા છેલ્લા પાંચ દિવસથી માર્કેટિંગ યાર્ડની કાર્યવાહી ઠપ્પ થઈ જવા પામી છે.

હળવદ માર્કેટિંગ યાર્ડને હચમચાવી નાખતી આ ચોકવનારી ઘટના અંગે હળવદમાં થઇ રહેલી ચર્ચા મુજબ હળવદ યાર્ડમાં પેઢી ધરાવતી બે પેઢીઓ કે જે વરિયાળી, કપાસ, ઘઉં સહિતની તમામ પેદાશોની લે વેચ વર્ષોથી કરતી હતી જેમાં કમિશન એજન્ટો અને ખેડૂતોના કરોડો રૂપિયા ડૂબાડી દઈ બે પેઢીઓએ હાથ ઊંચા કરી નાખતા હળવદ યાર્ડમાં ખળભળાટ મચી ગયો છે.

- text

વધુમાં એક ધરતીપુત્ર અને એક લોહાણા વેપારી દ્વારા કરોડો રૂપિયાનો માલ ખરીદ કર્યા બાદ કમિશન એજન્ટ અને ખેડૂતોના નાણાં ચુકવવામાં હાથ ઊંચા કરી દેતા આ મામલે યાર્ડ સતાવાળાઓને ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ યાર્ડ સતાવાળાઓનું પણ વેપારીઓએ માન ન રાખતા હાલમાં છેલ્લા પાંચ દિવસથી યાર્ડમાં હરરાજી સહીતની તમામ કાર્યવાહી ઠપ્પ થઈ જવા પામી છે અને યાર્ડ સતાવાળાઓ પણ આબરૂ જવાની બીકે મૌન ધારણ કરીને બેસી જતા ખેડૂતો અને કમિશન એજન્ટની હાલત દયનિય બની છે. હાલ હળવદ પંથકમાં આ ટોપીક ચર્ચાનો મુદ્દો બની ગયો છે.

 

- text