નાના દહીંસરાના ક્રિકેટરનો મધ્યપ્રદેશની ટુર્નામેન્ટમાં તરખાટ : ત્રણ મેચમાં ૯ વિકેટ ઝડપી

- text


ઓલ ઇન્ડિયા ટી-૨૦ રૂરલ કપમાં આઈ.સી.એ ટીમના વાઈસ કેપ્ટન તુલસી મકવાણાનું ઓલ રાઉન્ડર પ્રદર્શન

માળીયા : માળિયા તાલુકાના નાના દહીસરા ગામના યંગ ક્રિકેટર તુલસી હીરાભાઈ મકવાણાએ ઓલ ઇન્ડિયા ટી-૨૦ રૂરલ કપમાં આઈ.સી.એ ટીમના વાઈસ કેપ્ટન તરીકે પસંદગી પામી સમગ્ર માળિયા અને નાનાદહીસરા ગામનું ગૌરવ વધાર્યું છે. મધ્યપ્રદેશમાં (બાલાઘાટ) યોજાયેલ રૂરલ કપના ત્રણ મેચમાં આ ક્રિકેટરે ૯ વિકેટ ઝડપી તરખાટ મચાવ્યો હતો.

ઇન્ડિયા ૨૦-૨૦ ક્રિકેટ અને શ્રમજીવી પત્રકાર સંઘના સંયુક્ત ઉપક્રમે ઓલ ઇન્ડિયા ટી-૨૦ રૂરલ કપ ૨૦૧૮નું મધ્યપ્રદેશ(બાલાઘાટ) ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઈ.સી.એ ટીમ તરફથી વાઈસ કેપ્ટન તરીકે રમતા મકવાણા તુલસીના ઓલરાઉન્ડર પ્રદર્શનથી યુવાક્રિકેટરો ગેલમાં આવી ગયા હતા. કુલ ૩ મેચમાંથી આઈ.સી.એ ૨ મેચ જીતી હતી.જેમાં મકવાણા તુલસીએ પહેલીં મેચમાં ૨ વિકેટ ૨૦ રન , બીજી મેચમાં ૩વિકેટ ૧૯ રન અને ત્રીજી મેચમાં ૨૧ રન અને ૪ વિકેટ લઈને ટીમની વિજયકુચમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તુલસીએ કુલ ત્રણ મેચમાં ૯ વિકેટ મેળવી તરખાટ મચાવી દીધો હતો.

- text

આ શાનદાર પ્રદર્શનના આધારે જયપુર(રાજસ્થાન) ખાતે આયોજિત ઇંડિયન ક્રીકેટ એકેડમી અને આઈ.ટી .સી. એફ ઇંડિયા તરફ થી યોજનારી ૧૨મી સરદાર વલ્લભભાઈ પટેલ ટી-૨૦ નેશનલ ચેમ્પિયનશીપ માટે તુલસી મકવાણાની પસંદગી થતા તેઓને ઠેર ઠેર થી અભિનંદન મળી રહ્યા છે. તુલસી મકવાણા ઓફ સ્પિનર તરીકે સરદાર વલભભાઈ પટેલ ચેમ્પિયનશિપ માં પોતાનું ટેલેન્ટ સાબિત કરશે.

- text