માળીયા મિયાણા હાઇવે પર અજાણ્યા વાહન હડફેટે યુવાનનું મોત

- text


મોરબી : માળીયા મિયાણા હાઇવે પર ગાળા ગામના પાટિયા નજીક અજાણ્યા વાહને હડફેટે લેતા અજાણ્યા યુવાનનું સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ માળીયા મિયાણા હાઇવે પર ગાળા ગામના પાટિયા નજીક અજાણ્યા વાહને હડફેટે લેતા ૩૦ વર્ષીય અજાણ્યા યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

- text

દરમિયાન ગંભીર ઇજાઓ સાથે આ યુવાનને પહેલા મોરબી અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

- text