મોટીબરાર ગામની રત્નમણી પ્રા. શાળાના શિક્ષકોએ છાત્રોને આપી અનોખી વિદાય

- text


વિદ્યાર્થીઓ બાળપણથી જ બચત કરતા થાય તે હેતુથી શિક્ષકોએ વિદાય પ્રસંગે ગલ્લાની ભેટ આપી

માળીયા : માળિયાના મોટીબરાર ગામની સરકારી રત્નમણિ પ્રાથમિક શાળામાં ધો. ૮ ના વિદ્યાર્થીઓનો પ્રેરણાદાયી વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ બાળપણથી જ બચત કરતા થાય તે હેતુથી શિક્ષકો દ્વારા “ગલ્લા” ની અનોખી ભેટ આપવામાં આવી હતી.

શાળાના શિક્ષક અનિલભાઈ બદ્રકિયા ના જણાવ્યા મુજબ શાળામાં દરેક વાર-તહેવારને અનોખી રીતે ઉજવી અન્યોને પ્રેરણા પુરી પાડવામાં આવે છે ત્યારે શાળાના શિક્ષકોએ ધોરણ ૮ ના વિદ્યાર્થીઓને વિદાય સમયે કંઈક અનોખી ભેટ આપવાનું વિચાર્યું. વિદાય લઈ રહેલા તમામ વિદ્યાર્થીઓ અત્યારથી જ બચાતનું મહત્વ સમજે અને બચત કરતા થાય તે હેતુથી વિદ્યાર્થીઓને “ગલ્લા” ની ભેટ આપી હતી. આ કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓએ ડાન્સ, બાળગીત અને સુંદર પ્રતિભાવો રજુ કરીને સૌને ભાવવિભોર કર્યા હતા અને શાળાને ઉપયોગી થાય એવી વિદ્યાર્થીઓ તરફથી શાળાને પણ ભેટ મળી. આ તકે શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓ ઉતરોતર પ્રગતિ કરીને પોતાના માતા-પિતા, ગામ અને શાળાનું નામ રોશન કરે તેવી શુભેક્ષાઓ પાઠવી હતી.

- text

શાળાની પરંપરા મુજબ દર વર્ષે શૈક્ષણિક અને સહઅભ્યાસીક પ્રવૃત્તિમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર વિદ્યાર્થીને સ્ટુડન્ટ ઓફ ધ યરનો ખિતાબ આપવામાં આવે છે. તો આ વર્ષે ધોરણ ૮ ની વિદ્યાર્થીની ખડોલા વંશિકા ગોવિંદભાઇ એ આ ખિતાબ મેળવ્યો હતો.

- text