અમિત ચાવડા અને પરેશ ધાનાણીની હાજરીમાં મોરબી જિલ્લા કોંગ્રેસની બુધવારે કારોબારી

- text


મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીની મિટિંગ આવતીકાલે તા.૨ ને બુધવારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીની પ્રેરક ઉપસ્થિતિમાં એપોલો હોલ ખાતે યોજાશે.

- text

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીની મિટિંગ આવતીકાલે તા.૨ ને બુધવારે સાંજે ૪ કલાકે એપોલો હોલ, ભક્તિનગર સર્કલ પાસે, શનાળા રોડ, મોરબી ખાતે યોજાશે. આ મિટિંગમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડા અને ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણીની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ લલિતભાઈ કગથરાની યાદીમાં જણાવાયું છે.

- text