મોરબીમાં કાલે રવિવારે દિવ્યાંગો માટે ફેશન અને ટેલેન્ટ શો

- text


ઉદયપુરની નારાયણ સેવા સંસ્થા આયોજીત ઇવેન્ટમાં ૧૦૦ દિવ્યાંગો પોતાની પ્રતિભાની ઝલકથી દર્શકોને કરશે મંત્રમુગ્ધ

મોરબી: રાજસ્થાનના ઉદયપુરની નારાયણ સંસ્થા દ્વારા દિવ્યાંગોમાં રહેલી પ્રતિભાને બહાર લઈ આવવા માટે મોરબી ખાતે આવતીકાલે તા.૨૯ને રવિવારે ટેલેન્ટ શો અને ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના રવાપર રોડ પર આવેલા ઓમ પાર્ટી પ્લોટ ખાતે આવતીકાલે તા.૨૯ને રવિવારે સાંજે ૭ કલાકે ફેશન શો અને ટેલેન્ટ શો યોજાશે. જેમાં ૧૦૦ જેટલા દિવ્યાંગો ભાગ લઈને પોતાનું કૌશલ્ય દેખાડશે. આ ૧૦૦ માંથી ૪ દિવ્યાંગો ગુજરાતના છે. આ કાર્યક્રમ વહીલ ચેર , બૈસાખી, કેલીપર્સ અને આર્ટિફિશિયલ લીંબ એમ કુલ ચાર ભાગમાં રજુ કરાશે. આ

નારાયણ સેવા સંસ્થાના સિલાઈ પ્રશિક્ષણ કેન્દ્રમાં તાલીમ લીધેલા દિવ્યાંગો દ્વારા ડિઝાઇન કલોથ તૈયાર કરવામાં આવ્યા છે. આ કલોથ પહેરીને દિવ્યાંગ પ્રતિનિધિઓ ફેશન શોમાં રેમ્પ વોક કરશે. આ તકે યોજાનાર દિવ્યાંગ બાળકોના ડાન્સ અને ટેલેન્ટ શો પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. આજ દિવસે સંસ્થાના સહયોગીઓનું સ્નેહ મિલન પણ યોજાશે.

- text

ફેશન શોમાં ફેશનના વિવિધ રાઉન્ડ યોજાશે. જેમાં ફેશન રાઉન્ડ વિથ કેલીપર, ફેશન રાઉન્ડ વિથ વિલચેર, ફેશન રાઉન્ડ વિથ ક્રેયેસ અને ફેશન રાઉન્ડ વિથ આર્ટિફિશિયલ લીંબ એમ ચાર શ્રેણીમાં પ્રસ્તુતિ કરાશે. દરેક શ્રેણીમાં દસ પ્રતિયોગીઓ હશે. દરેક પ્રતિયોગી સાથે વોક દરમિયાન એક સહાયક પણ રહેશે. કાર્યક્રમમાં દિવ્યાંગો વહીલચેર ડાન્સ પણ રજુ કરશે. આ ફેશન શોની વિશેષતા એ હશે કે દિવ્યાંગો જે ડિઝાઇન પરિધાન પહેરવાના છે તે દિવ્યાંગો દ્વારા જ સંસ્થાના પ્રશિક્ષણ વર્ગમાં તૈયાર થયેલા છે.

- text