મોરબી જિલ્લાની વિદ્યાર્થીનીઓનો લો ના પરિણામમાં દબદબો

- text


એલ એલ બી  સેમ ૩ની પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ લાવતી છાત્રાઓ: નવયુગ કોલેજ ની વિદ્યાર્થીની મોનીકા રમેશભાઈ ગોલતર ૭૩ ટકા માર્કસ સાથે જીલ્લા માં પ્રથમ નંબરે

મોરબી: મોરબી જીલ્લા મા ફરી એક વખત વિદ્યાર્થીનીઓ એ લૉ ની સેમેસ્ટર-૩ ની પરિક્ષા મા ઉત્કૃષ્ટ પરિણામ સાથે મેદાન મારી છોકરાઓ ને પાછળ છોડી દિધા છે જેમા ગઈકાલે એલએલબી સેમેસ્ટર ૩ નું પરિણામ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા જાહેર કરવા માં આવ્યુ હતુ જેમા મોરબી નવયુગ લૉ કોલેજ ના વિદ્યાર્થીઓ મોખરે રહ્યા છે. નવયુગ કોલેજ ની વિદ્યાર્થીનીએ જીલ્લા માં પ્રથમ નંબર મેળવ્યો છે.

ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એલ એલ બી  સેમ ૩ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉજ્જવળ પરિણામ મેળવીને પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.ઉપરાંત નવયુગ કોલેજ ની વિદ્યાર્થીની મોનીકા રમેશભાઈ ગોલતરે ૭૩ ટકા માર્કસ સાથે જીલ્લા માં પ્રથમ નંબરે આવી ભરવાડ  સમાજ નુ અને કોલેજ નુ નામ ઉચુ કર્યુ છે જ્યારે દ્વિતીય નંબર પર નિરાલી એમ.ભાડજા ૭૦ ટકા માર્કસ સાથે અને તૃત્તિય નંબર ધારા વી.કુંડારીયા અને મેઘના કે.ડાંગરે ૬૯ ટકા માર્કસ સાથે ઝળહળતુ પરિણામ મેળવીને છોકરીઓ પણ છોકરા કરતા કમ નથી હોતી એ જણાવી દિધુ છે.

- text

મોરબી જીલ્લા માં પ્રથમ નંબરે આવનાર ભરવાડ સમાજ ની દિકરી મોનીકાબેન ના મત મુજબ ઈશ્વરે છોકરાઓ અને છોકરીઓ ને સરખી જ શક્તિ આપી હોય છે પરંતુ છતા છોકરીઓ ને છોકરાઓ કરતા પછાત ગણવામાં આવે છે પરંતુ જો તમામ માતા પિતા તેની વ્હાલસોઈ દિકરીઓ ને સાથ આપે તો એ પણ ધારાશાસ્ત્રી જ નહી કલાસવન ઓફીસર બની શકે છે જેનાથી વધુ ગૌરવપુર્ણ વાત તેના માતા પિતા માટે બીજી કોઈ ન હોય એવુ જણાવી પોતાને પ્રથમ નંબરે આવવા નો શ્રેય તેના માતા પિતા અને પરિવાર ને આપ્યો હતો અને વધુ માં જણાવ્યુ હતુ કે જો છોકરીઓ પણ પોતાના માતા પિતાના સ્વપ્નો ને ધ્યાન માં રાખી ચાલે તો એ જરૂર સફળતા ના શિખરો સર કરી મહાન સિધ્ધી પ્રાપ્ત કરી શકે છે.

- text