મોરબીના જેતપર ગામે અગાઉની બોલાચાલીનો ખાર રાખી ૩ શખ્સોનો રિક્ષાચાલક પર હુમલો

- text


ત્રણેય શખ્સો લાકડીથી રિક્ષાચાલક પર તૂટી પડ્યા : રીક્ષાના કાચ ફોડી નાખ્યા

મોરબી : મોરબીના જેતપર ગામ નજીક અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખી ૩ શખ્સોએ રિક્ષાચાલકને લાકડી વડે માર મારી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ આગાઉ રીક્ષાના ફેરા ભરવા મુદ્દે થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખી નિઝામ હેદર મિયાણા તથા અન્ય બે અજાણ્યા શખ્સોએ રિક્ષાચાલક આરીફભાઈ ગનીભાઈ ઉમરેટિયાને લાકડીથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉપરાંત લાકડી થી રિક્ષાના કાચ ફોડી નાખ્યા હતા.

- text

ઘટના સંદર્ભે રિક્ષાચાલક આરીફભાઈ ગનીભાઈ ઉમરેટિયાએ ત્રણ અજાણ્યા શખ્સો સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text