મોરબીના વિશિપરામાં પુત્રી સાથે મૈત્રી કરાર કરનાર શખ્સે જાતિ પ્રત્યે હડધૂત કરતા ફરિયાદ

- text


મોરબી : મોરબીના વિશિપરા વિસ્તારમાં પુત્રી સાથે મૈત્રી કરનાર શખ્સ સહિતના લોકોએ આધેડને જાતિ પ્રત્યે હડધૂત કરતા એસ્ટ્રોસિટી એક્ટ મુજબ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પોલીસ દફ્તરેથી પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી દિલીપભાઇ સીદીભાઇ રાઠોડ જાતે – અનુ. જાતી ઉવ- ૫૦ ધંધો- કલરકામ મજુરી રહે. મોરબી રોહીદાસપરા શેરી વાળની પુત્રી સાથે મૈત્રી કરાર કરનાર (૧) સુનીલ ઉર્ફે સંજય ભરતભાઇ અગેચાણીયા કોળી તેમજ (૨) વિજય ગઢવી (૩) એક અજાણ્યો માણસ રહે. બધા મોરબી વાળા આરોપીઓએ ફરિયાદીને કહેલ કે તે અમારૂ શુ કરી લીધુ ? તેમ કહી ફરીયાદીને જાતીપ્રત્યે અપમાનીત કર્યા હતા.

- text

આ ઉપરાંત ફરીયાદીને ગાળૉ આપી આરોપી નં – ૧ નાએ ફરીયાદીને લોખંડના પાઇપથી માથામા મુંઢમાર મારી અને આરોપી નં – ૨ નાએ ખુલ્લી છરી ઉગામી તથા આરોપી નં – ૩ નાએ ઢીકા-પાંટુનો મારમારી ઇજા કરી ગુન્હો કરવામા એકબીજાની મદદગારી કરી શ્રી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ મોરબી નાઓના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરતા ગુન્હો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text