સુલતાનપુર થી અલગ પડેલા વિશાલનગર ગામે આંગણવાડી અને પ્રા. શાળા બનાવવાની માંગ

- text


માળીયા તાલુકાની સુલતાનપુર ગ્રામ પંચાયતની ડીડીઓને રજુઆત

મોરબી : માળિયાના સુલતાનપુરથી અલગ પડેલા વિશાલનગર એટલેકે નવા સુલતાનપુર ગામે પ્રાથમિક શાળા અને આંગણવાડીની સુવિધા ઉભી કરવામાં આવે તેવી સુલતાનપુર ગ્રામપંચાયત દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરવામાં આવી હતી.

રજુઆતમાં જણાવ્યા મુજબ માળીયા તાલુકામાં ૨૦૦૧માં ભૂકંપ બાદ સુલતાનપુર ગામ પાસે અલગ વસાહત ઉભી થઈ હતી. આ વસાહતને વિશાલનગર (નવાસુલતાનપુર) નામ આપવામાં આવ્યું હતું. હાલ આ ગામમાં ૭૦ જેટલા કુટુંબો વસે છે. છતાં ૧૭ વર્ષ બાદ પણ આ ગામમાં પ્રાથમિક શાળા કે આંગણવાડી ઉભી કરવામાં આવી નથી.

- text

આ ગામમાં આંગણવાડી જવા લાયક ૩૦ થી ૪૦ બાળકો તેમજ પ્રાથમિક શાળામાં જવા લાયક ૨૫ થી ૩૦ બાળકો છે. આ ઉપરાંત ગામની સીમમાં ૨૫ થી ૩૦ જેટલા શ્રમિક પરિવારના બાળકો પણ રહે છે. ત્યારે આ ગામમાં પ્રાથમિક શાળા અને આંગણવાડી બનાવવામાં આવે તો આ શ્રમિક બાળકોને પણ શિક્ષણ મળી શકશે. આ સાથે ગ્રામજનોને સ્વાસ્થ્ય સુવિધા પણ મળી રહે તે દિશામાં પગલાં ભરવામાં આવે તેવી માંગ છે.

- text