માળીયા(મિ.) પાસે મચ્છુનદિ પર આવેલ મેજર બ્રિજ ઉપરથી ભારે વાહનો પ્રસાર થવા પર પ્રતિબંધ

- text


મોરબી : કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન, સ્ટેટ, મોરબી તરફથી મળેલ દરખાસ્તને ધ્યાને લઈ આર.જે.માકડીયા, જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લા, મોરબીએ ગુજરાત પોલીસ અધિનિયમ–૧૯૫૧ ની કલમ–૩૩(૧) બી અન્વયે મળેલ સત્તાની રૂએ જાહેરનામું પ્રસિધ્ધ કરી નીચે મુજબ વાહનો ડાયવર્ડ કરવા હુકમ ફરમાવેલ છે જે મુજબ મોરબી જિલ્લાના માળીયા(મિ) પાસે મચ્છુ નદી પર આવેલા મોટા પુલ પર નેશનલ હાઈવે પરથી માળીયા–પીપળીયા તરફ તથા પીપળીયા તરફથી માળીયા(મિ.) નેશનલ હાઈવે તરફ અવરજવર કરતા ભારે(૧૮.૦૦ મે.ટન થી વધુ વજનના) તમામ પ્રકારના વાહનો આ બ્રિજ ઉપરથી તા.૧૮/૦૭/૨૦૧૮ સુધી પસાર થઈ અવરજવર કરી શકશે નહી તેમજ પુલ ઉપર ભારે વાહન પસાર ન થાય તે માટે કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન, સ્ટેટ,મોરબી દ્વારા બેરીકેડ લગાડવાના રહેશે.

- text

વૈકલ્પિક રૂટઃ-
માળીયા(મિ.) થી જામનગર તરફ જતા વાહનો માટેઃ-(૧) નેશનલ હાઈવે–૨૭–મોરબી બાયપાસ રોડ–મોરબી શહેર પાસે આવેલ નવલખી ફાટક–પીપળીયા ચાર રસ્તા થઈ જામનગર જવાનું રહેશે. (૨) નેશનલ હાઈવે–૨૭–મોરબી બાયપાસ રોડ–રાજકોટ તરફ ટંકારા થઈ ટંકારા થઈ–ધ્રોલ–જામનગર તરફ જઈ શકાશે. જામનગર તરફથી માળીયા (મિ.) તરફ જતાં વાહનો માટેઃ-(૩) પીપળીયા ચાર રસ્તા –મોરબી શહેર પાસે આવેલ નવલખી ફાટક–મોરબી બાયપાસ રોડ–નેશનલ હાઈવે-૨૭ થઈ જવાનું રહેશે. આ–હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ–૧૯૫૧ ની કલમ–૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર બનશે.

 

- text