ગાર્ડ ને કચડી નાખવાનો પ્રયત્ન કરનાર ડમ્પરચાલક સામે ખાણ ખનીજ વિભાગનું કુણુ વલણ!!

- text


રેતી ભરેલા ડમ્પરને રોકવા જતા સિક્યુટી ગાર્ડને કચડવાનો પ્રયાસ કરાયો હોવાની ઘટનાને ત્રણ દિવસ વિતવા છતાં જીલ્લા ખાણખનીજ વિભાગે ફરીયાદ ન નોંધાવી

મોરબી: હળવદ મોરબી ચોકડી પર ખનિજ ચોરી અટકવવા સિક્યુરિટી ગાર્ડ મુકવામાં આવ્યા હતા. ત્યારે રેતી ભરેલા ટ્રકને અટકવવા જતા આ સિક્યુરિટી ગાર્ડને ડમ્પરચાલકે કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ બાદ ખાણ ખનીજે ફરિયાદ ન નોંધાવી ખનીજ માફિયાઓ સામે કુણુ વલણ અપનાવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે

હળવદ મોરબી ચોકડી પર રવીવારની રાત્રી ના જીલ્લા ખાણખનીજ વિભાગ દ્વારા પંથકમાં થતી ખનીજ ચોરી અટકાવવા સીક્યુરીટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા હતા ત્યારે રેતી ભરેલા ડમ્પર ને ગાર્ડ દ્વારા અટકાવવા નો પ્રયત્ન કરતાં બે -ફામ બનેલા ડમ્પર ચાલકે હંકારી મુકી ગાર્ડ ને કચડી નાખવાનો નીષ્ફળ પ્રયાસ કર્યા નુ પ્રકાશ મા આવતા પંથકમાં સનસનાટી મચીજવા પામી છે

સૌથી આશ્ચર્યની ની વાત તો એ છે કે જીલ્લા ખાણખનીજ વિભાગ ના સીક્યુરીટી ગાર્ડ ને કચડીનાખવાનો નીષ્ફળ પ્રયાસ કર્યોના ત્રણ દિવસ વિતવા છતાં પણ જીલ્લા ખાણખનીજ વિભાગ દ્વારા અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી નહી કરાતાં જીલ્લા ખાણખનીજ કરતા રેત માફીયાઓનો હોલ્ટ વધુ હોવાનું સાબીત થયું છે અને જીલ્લા ખાણ ખનીજ વીભાગ ના મહારથી દ્વારા દીવા ની દાજ કોડીયા પર ઠાલવી કુંડલી મા ગોળ ભાંગી લીધો હોય તેવુ માની ડમ્પર ચાલક ને બદલે પોતાના અધિકારી ને ડંડવા ના પ્રયાસો થતા હોવાનું ચર્ચાય રહ્યું છે.

- text

હળવદ પંથકના મીયાણી,મયુરનગર ધનાળા, ટીકર સહીતના ગામ પાસેથી પસાર થતી બ્રાહ્મણી નદી ના પટ માથી ખાણખનીજ વિભાગ ની રહેમ નઝર હેઠળ પાછલાં ઘણાં સમયથી સફેદ રેતી નો કાળો કારોબાર બે-રોકટોક ચાલી રહ્યો છે. ત્યારે હાલ હળવદ પંથકમાં રેત માફીયાઓનો હોલ્ટ એટલી હદે વધી ગયો છે કે સરકારી તંત્ર પણ તેમનાં ઘુટણીયે પડી ગયુ છે જે સાબીતી આપતો બનાવ રવીવારની રાત્રી ના પ્રકાશ મા આવ્યો છે.

તાજેતરમાં હળવદ ના મીયાણી અને ધનાળા ગામે લાખો ટન રેતીના સટ્ટા સીઝ કર્યા બાદ જીલ્લા ખાણખનીજ દ્વારા પંથકમાં થતી ખનીજ ચોરી અટકાવવા માટે સીક્યુરીટી ગાર્ડ મુકવામાં આવ્યા છે ત્યારે રવીવારની રાત્રી ના હળવદ મોરબી ચોકડી પર રેતી ભરેલું ડમ્પર પસાર થતા ગાર્ડ દ્વારા તેને અટકાવવા વચ્ચે પડતાં ડમ્પર ચાલકે ગાર્ડ પર ડમ્પર ચાડાવીદેવો નો પ્રયાસ કરી ભાગીછુટ્યો હતો જે બનાવના આજે ત્રણ દિવસ વિતવા છતાં પણ ખાણખનીજ વિભાગ અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ફરીયાદ નોધાવામા કોની લાજ કાઢી રહ્યું છે તે ચર્ચાનો વિષય બન્યો છે.

- text