વાંકાનેર ના સબ ઇન્સ્પેકટર આર.પી. જાડેજા એટલે શિસ્તતા સાથે ઉદારતાનો સંગમ

- text


મોરબી: ગત તા.૧૯ ની આ ઘટના છે. બપોરનો ૧૨:૩૦ આસપાસનો સમય, શહેરનાં એક ચોકમાં બજારો ખુલ્લી છે અને ગ્રાહકોની ચહલપહલ જોવા મળી રહી છે. આજુબાજુની દુકાનોમાં માલ લેવા આવેલા રિક્ષાવાળાઓ અને ગાડીઓના આડેધડ પાર્કિંગને કારણે રસ્તા પર થોડોઘણો ટ્રાફિક જામ થયો.

બરાબર એ જ સમયે પોલીસનું એક વાહન ચોકમાં આવે છે. ગાડીમાંથી મધ્યમ બાંધાના અને કમરે પિસ્તોલ બાંધેલ એક પોલીસ અધિકારી અને ટ્રાફિક બ્રાન્ચના એક જવાન નીચે ઉતરે છે. એક-બે પોલીસ જવાનોની વહીસ્ટલ વાગતા જ રસ્તા પરનાં વાહનો આગળ ચાલવા લાગ્યા. રસ્તા પરની રેંકડીઓ પણ એક તરફ હટવા લાગી. પોલીસ અધિકારીએ ટ્રાફિકને અડચણરૂપ થતા વાહનો, વાહન ચાલકો અને વેપારીઓને સૂચનાઓ આપી બે મિનિટમાં ટ્રાફિક હળવો કરાવી નાખ્યો.

- text

ત્યાં ચોકમાં વચ્ચે રહેલા થાંભલાની આડસે એક ૬૦ થી ૭૦ વર્ષનાં વૃદ્ધ માજી જુના કપડાઓ વેંચી રહ્યા હતા પોલીસ અધિકારીની નજર એમના પર પડતા જ તેઓ બોલ્યા, ” ચોક વચ્ચે આ રીતે કપડાનો પથારો ન પાથરો માજી, ટ્રાફિકને નડે ..”આટલું કહીને એ પોલીસ અધિકારીએ પોતાનું પાકીટ કાઢી તેમાંથી ત્રણ આંકડાની રકમની એક નોટ માજીને હાથમાં આપી કહ્યું, ” આવા તડકાનાં હેરાન ન થાવ, આ લ્યો, ઘરે આરામ કરો..”

એક હથિયારધારી પોલીસ અધિકારી અને તેમનો એક અજાણ્યા વૃદ્ધ માજી સાથે આવો માનવતાભર્યો વ્યવહાર.. ?? આ દ્રશ્ય જોતા એવું લાગે કે શું કોઈ પોલીસ અધિકારી આવા પણ હોય ?? આ પોલીસ અધિકારી એટલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેકટર આર.પી. જાડેજા. આજ સુધીમાં ઘણા લોકોએ તેમની શિસ્તતા અને ઉદારતાનો પરચો અનુભવ્યો છે.

- text