ટંકારાની જૂથ અથડામણમાં ૩૩ શખ્સો સાથે અજાણ્યા ૮૦ લોકોના ટોળા સામે નોંધાતો ગુનો

- text


પોલીસે બન્ને પક્ષોની સામસામી ફરિયાદના આધારે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી: તંગદિલી વિખાતા તંત્ર અને પ્રજાએ રાહતનો શ્વાસ લીધો

મોરબી: ટંકારાની ખીજડીયા ચોકડી નજીક કેબીન પાસે બાંકડા રાખવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થવાની ઘટના બની હતી. દુકાનોમાં તોડફોડ અને રોડ રસ્તા પર ચક્કાજામ કરતા પરિસ્થિતિને કાબુમા લેવા માટે પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. જૂથ અથડામણમાં કુલ ૩૩ શખ્સો અને ૮૦ લોકોના ટોળા સામે ગુનો નોંધાયો છે.

બનાવ અંગે મળતી વિગતો પ્રમાણે રાજકોટ મોરબી હાઇવે પર ખીજડીયા ચોકડી પાસે આવેલી ચા પાનની કેબીન પર પૂર્વ ધારાસભ્ય બાવાનજીભાઈ મેતલીયાની ગ્રાન્ટમાંથી બેસવા માટેના બાંકડાઓ મૂકવામાં આવ્યાં હોય અને તે કેબિનના બાક્ડા એક જૂથના યુવાનોએ રોડ ઉપર મો ફેરવી ઉખેડી લેતા અને રિક્ષા સ્ટેન્ડ પર મુકી દેતા સૌપ્રથમ શાબ્દિક ટપાટપી બાદ મામલો વધુ બિચકતા મારામારી સુધી પહોંચી ગયો હતો અને જોતજોતામાં જૂથ અથડામણ થઇ હતી ધટના ની જાણ ટંકારા પોલીસ ને થતા ૧૦૦ નં ની ગાડી પહોચી હુમલો કરી રહેલા ને વેર વિખેર કરવા પ્રયત્ન કર્યો હતો બનાવ ની ગંભીરતા પારખી ઘટનાની જાણ જિલ્લા પોલીસ વડાને થતા એસ.ઓ.જી એલ.સી બી, ડિ.વાય. એસ પી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી પેટ્રોલિંગ શરૂ કરી કાયદો અને વ્યવસ્થા જાળવી હતી

- text

ધટના અંગે બન્ને પક્ષે સામ સામે ફરિયાદ નોંધાવી છે જેમા અરજણભાઈ ટપુભાઈ ઝાપડા એ ફરીયાદ મા આમદ નુરા, હાજી આમદ, રમજુ કરીમ, ઉસ્માન ગની, આસિફ દાઉદ, નિઝામ ગની, આબૈયો તથા તેના બે પુત્રો,મિલન ભેળ વાળો અમન, અલ્તાફ હુસેન, ઝાકિર આમદભાઈ, આમદ ઈશાભાઇ, જુબેર આમદ, સોહિલ સતાર, ઉર્વશ આમદ, જાવિદ આમદ, અબ્દુલ હુસૈન અને ઇમરાન ક્રીમ સહિત ૪૦ શખ્સોના ટોળા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

સામા પક્ષે રમજાન કરીમભાઈ ધાચી એ અરજણભાઈ ઝાપડા, મહેશ રધુ, હઠા રધુ, લાલજી ભાણા રબારી, રૂડા ઘોઘા,ખેગાર ઈન્દુ, રાણા સંગ્રામ, બાબુ ભરવાડ કનુ મસરૂ, મુકેશ મસરૂ, જીવણ મંગા, લાલો ભગવાનજી, ગોપાલ હઠા, રૈયા મંગા, જગા ભાણજી, જલા મોના તથા ૪૦ શખ્સોના ટોળા વિરૂધ્ધ મારામારી ની ફરિયાદ નોંધાવી છે.

પોલીસે બન્ને નીફરિયાદ બાદ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે હાલતો પરીસ્થિતી પર પોલીસે બાજ નજર રાખી છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.

- text