ટંકારામાં સામાન્ય મુદ્દે બે જૂથ વચ્ચે બઘડાટી : પોલીસે ચુસ્ત બંદોબસ્ત મુક્યો

- text


પોલીસના ઘાડે – ધાડા ઉતારી દેવાયા : સ્થિતિ પર સંપૂર્ણ કાબુ

ટંકારા : ટંકારાના છાપરી ચોકમાં આજે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મુકાયેલા બાંકડા મુદ્દે બે જૂથ વચ્ચે બઘડાટી બોલી જતા જોત જોતામાં ટંકારાની દુકાનો ટપોટપ બંધ થઈ જતા કરફ્યુ જેવો માહોલ સર્જાયો હતો, જો કે પોલીસના ઘાડે ધાડા ઉતારી ચુસ્ત બંદોબસ્ત ગોઠવતા હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ ટંકારા ગામે આજે છાપરી બસસ્ટેન્ડ નજીક પૂર્વ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મુકવામાં આવેલા બેસવાના બાંકડા મુદ્દે બે જૂથના યુવાનો વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં આ બોલાચાલીએ ઝઘડાનું મોટું સ્વરૂપ ધારણ કરી લેતા બંને જૂથના ટોળા સામ સામે આવી જતા બને પક્ષે યુવાનો ઘાયલ થતા ઇજાગ્રસ્તોને રાજકોટ અને ટંકારા ખાતે ખસેડાયા હતા. દરમિયાન આ ઘટનાની જાણ થતાં જ મોરબી જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ, એલસીબી, એસઓજી, સહિત સમગ્ર મોરબી જિલ્લાની પોલીસના ઘાડેધાડા ટંકારામાં ઉતારી દેવાયા હતા. જો કે હાલ ટંકારામાં પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે.

- text