હળવદ : રણજીતગઢના આંગણે સર્વોપરી મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનુ ભવ્ય આયોજન

- text


હળવદ : હળવદ તાલુકાના રણજીતગઢ ગામે સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણરજથી પવિત્ર થયેલ ભુમિ એવી શ્રી હરિક્રૃષ્ણધામ રણજીતગઢ ગામમા પ.પુ.ધ.ધુ,૧૦૦૮ આચાર્ય શ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદથી તેમજ અ.નિ.પૂ. શાસ્ત્રી શ્રી વિજ્ઞાનદાસજી સ્વામીની દિવ્ય પ્રેરણાથી સર્વોપરી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનુ ભવ્ય આયોજન આગામી ૧૦/૫/૧૮ને ગુરુવારે કરવામાં આવશે.

હળવદના હરિકૃષ્ણધામ રણજીતગઢ ખાતે સર્વાવતારી ભગવાન શ્રી સ્વામીનારાયણની સર્વોપરી મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન આગામી ૧૦/૫/૧૮ને ગુરુવારે કરવામાં આવી રહ્યું છે. ત્યારે સર્વોપરી મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં તા ૬/૫/૧૮ને સાંજે ભવ્ય પોથીયાત્રા કાઢવામાં આવશે. જેમાં વરિષ્ઠ બ્રહ્મનિષ્ઠ સંતોના વરદ્ હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવશે.સવારે શ્રીમદ્ સંત્સંગીભુષણ કથામૃત તેમજ મહાપુજા પાઠ કરાશે. ત્યારબાદ તા ૭/૫/૧૮ને સોમવારે ભગવાન શ્રી સ્વામિનારાયણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.જેમાં વચનામૃત વ્યાખ્યાંનમાળાનુ વાંચન તેમજ સાંજે કિર્તન સંધ્યા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

- text

આ રૂડા અવસરે ભગવાન શ્રી સ્વામીનારાયણના મહાભિષેક દર્શન તેમજ છપ્પનભોગ અન્નકુટ ઉત્સવનો લાભલેવા તેમજ યુવામંચ , મહિલામંચ સાથે રક્તદાન કેમ્પમાં સર્વ ભક્તજનોને હેતથી આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.જેમાં તા ૧૦/૫/૧૮ને ગુરુવારે પ.પુ આચાર્ય મહારાજ શ્રી પધરામણી કરશે અને તેમના વરદ્ હસ્તે ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજની સર્વોપરી મુર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ રૂડા અવસરે ભાવિઆચાર્ય શ્રી લાલજી મહારાજ તેમજ પ.પુ લક્ષ્મીસ્વરૂપા ગાદીવાળાશ્રીની પધરામણી થશે અને સર્વે હરિભક્તોને પુજ્ય મહારાજશ્રીના શુભાશીર્વાદ મેળવશે. આ મહોત્સવમાં ભવ્ય રક્તદાન કેમ્પ સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

ત્યારે આ મહોત્સવને અલૌકિક રીતે ઉજવી લૌકિક અને આધ્યાત્મિક જીવનમા પ્રગતિ કરવા પ. પૂ. તપોમૂર્તિ શ્રીભક્તિહરિદાસજી સ્વામીના પાવન સાનિધ્યમાં પધારવા સર્વે ભક્તજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text