બળાત્કારની ઘટના મામલે હળવદ પત્રકારોની કેન્ડલ માર્ચ

- text


શહેરના સરા નાકે બે મિનિટ મૌન ધારણ કરી બળાત્કારનો ભોગ બનેલ પિડિતાઓને ન્યાય માટે કરાઈ માંગ

હળવદ : ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં બનતી બળાત્કારની ઘટનાઓના મામલે હળવદમાં પત્રકારો દ્વારા વિરોધ પ્રદર્શન કરી દુષ્કર્મ આચરનાર દોષિતોને કડકમાં કડક સજા થાય તે અનુસંધાને શહેરના સરા નાકે કેન્ડલ માર્ચ યોજી હતી. જેમાં બે મિનિટ મૌન ધારણ કરી બળાત્કારનો ભોગ બનેલ પિડિતાઓને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી.

તાજેતરમાં થયેલા નાની બાળકી પર દુષ્કર્મ આચરવામાં અમુક નરાધમો બેફામ બન્યા હતા. આવા દોષિતોને જાહેરમાં સજા આપવા માટે ભારત ભરમાંથી એકી અવાજે સુર ઉઠવા પામ્યો છે.જેને લઈને હળવદ શહેરના સરા નાકે આજરોજ પત્રકારો દ્વારા મીણબત્તી સળગાવી બળાત્કારનો ભોગ બનેલ પિડીતાઓને ન્યાય અપાવવા મૌન ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

- text

આ પ્રકારની ધટના ફરીથી કોઈપણ નાની બાળાઓ કે અબળા નારી પર ન બને તે માટે ભારત સરકાર કડક કાયદો બનાવે અને બળાત્કારીઓને જાહેરમાં ફાસી જેવી કડક સજા થાય સાથે સરકાર દ્વારા બહેન બેટીઓની સુરક્ષા માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે તેવી માંગ સાથે આજે સરાનાકે મીણબત્તી સળગાવી મૌન ધારણ કરી સમાજમાં લોક જાગૃતિનો સંદેશો પાઠવ્યો હતો.
રાજય સહિત સમગ્ર દેશમાં વધતી જતી બળાત્કારની ધટનાઓ વિશે ભારત સરકાર ગંભીર નોંધ લઈ દોષિતોને કડક સજા થાય અને સમાજમાં બળાત્કાર જેવાં ગંભીર ગુનાહો ન બને તેવા કાયદા અમલમાં મુકે તો જ પિડિતોને સાચો ન્યાય મળ્યો કહેવાય અને આ ઉમદા કાર્યમાં પિડિતાઓને ન્યાય આપવવા અને બળાત્કાર જેવી ધટનાનો વિરોધ નોધવવા સમાજ જોડાય તેવા હેતુથી આજે હળવદના પત્રકારો દ્વારા કેન્ડલ માર્ચનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હળવદના મેહુલ ભરવાડ, મયુર રાવલ, કિશોર પરમાર, બળદેવ ભરવાડ, દીપક જાની, મહેન્દ્ર મારૂ, જગદીશ પરમાર, પ્રશાન્ત જયસ્વાલ, સુધાકર જાની, હરીશ રબારી, સુરેશ સોનગ્રા , હરેશ પરમાર સહિત પત્રકારો જોડાયા હતા.

 

- text