હળવદમાં રોટરી કલબ દ્વારા નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

- text


હળવદ : રોટરી ની આર. સી.સી.સિનિયર સિટીઝન ક્લબ ઓફ હળવદ અને કર્મ હોસ્પિટલ હળવદ ના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું કર્મ હોસ્પિટલ એન્ડ ફિજીયોથેરેપી સેન્ટર હળવદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડયા હતા. આ કેમ્પમાં નિદાન સારવાર અને સેવા શુભ હોસ્પિટલ મોરબી ના નામાંકિત ડો. રાકેશ સરડવા (એમ.ડી.મેડિસિન) ફિજીસીયન, દ્વારા આપવામાં આવી હતી.

આ કૅમ્પમાં હાર્ટ એટેક, વાલ ની તકલીફ, બ્લડપ્રેશર, અનિયમિત ધબકારા, છાતી માં દુખાવા, કોલેસ્ટ્રોલ, મેદસ્વિતા, પેરાલિસિસ, આંચકી, મગજનો તાવ, આધાસીસી, ચક્કર, ડાયાબિટીસ, થાઇરોઇડ, શ્વાસ ની બીમારી, દમ, ટીબી.,ન્યુમોનિયા, ફેફસા,ઝેરી કમળો, મેલેરિયા, ટાઇફોઇડ, ડેન્ગ્યુ,લીવર, અને કિડની ની તકલીફો વાળા 160 થી વધુ દર્દીઓએ વિનામૂલ્યે લાભ લીધો હતો.

- text

આ કેમ્પ માં રોગોનું નિદાન બી.પી. ચેકઅપ, ડાયાબિટીસ નો રિપોર્ટ,અને કાર્ડિયોગ્રામ દરેકને બિલકુલ ફ્રી માં કરી આપવામાં આવેલ. આ કૅમ્પને કલબના પ્રેસિડેન્ટ ચંદુભાઈ વૈષ્ણવ, સેક્રેટરી એ. જી. રાવલ, કર્મ હોસ્પિટલ ના ડો. અમિત પટેલ જીગર કોરડીયા નિશિત પાંચોટીયા તેમજ રોટેરીયન નરભેરામભાઈ આઘારા અને રોટેરિયન રાજેન્દ્રસિંહ રાણા એ હાજર રહીને સફળ બનાવ્યો હતો.

 

- text