હળવદમાં નગરપાલિકા તેમજ યુવા ભાજપ દ્વારા સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ

- text


શહેરના સામતસર તળાવના આરાઓ અને મુક્તિધામ ખાતે “સ્વચ્છતા દિન” નિમિત્તે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો

હળવદ : ભારત સરકાર દ્વારા ચાલુ માસ દરમિયાન ગ્રામ સ્વરાજ અભિયાન હાથ ધરવામાં આવેલ છે. આ અભિયાન દરમ્યાન સ્વચ્છતા અને પંચાયતી રાજ સંસ્થાઓના સશકિતકરણ ઉપર ખાસ ભાર મૂકવામાં આવેલ છે. જે અભિયાનને સફળ બનાવા હળવદ નગરપાલીકા દ્રારા પાલીકાના ચૂંટાયેલ સભ્યો તેમજ પક્ષના આગેવાનોએ સામંતસર તળાવના આરેથી સફાઇ ઝુંબેશનો પ્રારંભ કર્યો હતો.

કેન્દ્ર સરકારના સ્વચ્છતા અભિયાન મિશન અંતર્ગત તા.૧૪/૪થી તા.૫/૫ દરમિયાન શહેરની વિવિધ સ્થળોની સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. જેમાં હળવદનું ઐતિહાસિક સામતસર તળાવના આરાઓની નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તેમજ આગેવાનોએ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. આ સ્વચ્છતા અભિયાનમાં હળવદ નગરપાલીકા પ્રમુખ હિનાબેન રાવલ, શહેર ભાજપ પ્રમુખ અજયકુમાર રાવલ, બિપીનભાઈ દવે, ઈન્જીનિયર જે.એમ. પરમાર, જીજ્ઞેશ રાવલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી આરાઓની સફાઈ કરી સમાજમાં સ્વચ્છતા અભિયાનનો સંદેશો આપ્યો હતો.

- text

તો બીજી તરફ હળવદ શહેર યુવા ભાજપ દ્વારા હળવદના ઐતિહાસિક સ્થળ સતી સુરાની ભૂમિ અને સ્મશાન ભૂમિના મુક્તિધામ ખાતે સ્વચ્છતા દિન નિમિત્તે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. મુક્તિધામમાં સ્વચ્છતા કાર્યક્રમ યોજી એક અનોખા સેવા કાર્યમાં હળવદ શહેર યુવા ભાજપ નિમિત બન્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકા ઉપપ્રમુખ જયેશભાઇ પટેલ, સંદીપ પટેલ, જયદીપ હૂંબલ, તપન દવે, રવિભાઈ પટેલ, મેહુલ પટેલ , ભૂરાભાઈ મલ, પ્રતાપ રબારી સહિત સર્વે સેવાભાવી આ કાર્યક્રમમાં જોડાયા હતા.

- text