કોંગ્રેસના સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ તરીકે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાની નિમણૂક

- text


મોરબી : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મોરબીના બ્રિજેશ મેરજાની કોંગ્રેસના સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ તરીકે વરણી કરવામાં આવી છે. જે બદલ બ્રિજેશ મેરજાને ઠેર ઠેર થી અભિનંદન મળી રહ્યા છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા વરાયેલા પ્રમુખ અમિતભાઈ ચાવડાએ પ્રદેશ કોંગ્રેસ સંગઠન માળખાને વઘુ સુદ્દઢ બનાવવાના ભાગરૂપે ગુજરાતના સાત ઝોનમાં સંગઠનની કામગીરી માટે વિવિધ આગેવાનોની નિમણૂંક કરી છે. તે પૈકી સૌરાષ્ટ્ર ઝોનના ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ અને અમરેલી ઝોનના ઈન્ચાર્જ તરીકે મોરબીના ધારાસભ્ય અને પ્રદેશ કૉંગ્રેસના મહામંત્રી બ્રિજેશભાઈ મેરજા ,પ્રદેશ ઉપપ્રમુખ ભીખુભાઈ વારોતરીયા અને પ્રદેશમંત્રી ઘરમભાઈ કાંબલીયાને સંગઠનની મહત્વની જવાબદારી સોંપી તેમની કાબેલીયતની કદર કરી છે.

- text

- text