મોરબી જિલ્લા ભાજપ દ્વારા કોંગ્રેસના વિરોધમાં ધરણા

- text


મોરબી: મોરબી જિલ્લા ભાજપ દ્વારા આજે કોંગ્રેસ વિરુદ્ધ ધરણા કરવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા ભાજપના અગ્રણીઓએ સૂત્રોચ્ચાર કરીને કોંગ્રેસ સામે વિરોધ નોંધાવ્યો હતો.

કોંગ્રેસના વિરોધમાં આજે ભાજપે દેશવ્યાપી ધરણા કરવાનું એલાન આપ્યું હતું. જે અંતર્ગત મોરબીમાં જિલ્લા ભાજપે આજે ધરણા કર્યા હતા. જિલ્લા ભાજપના અગ્રણીઓ સવારે ૧૧થી સાંજે ૫ વાગ્યા સુધી ધરણા કર્યા હતા. જેમાં જિલ્લા પ્રભારી મેઘજીભાઈ કણઝારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, સહિતના અગ્રણીઓ જોડાયા હતા.

- text

- text