હળવદમાં ક્રિકેટ ફીવર : આજથી વિનોબા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે “દે ધના ધન”

- text


આંબેડકર યુવા ગ્રુપ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન : મોરબી, સુરેન્દ્રનગર જિલ્લાના દલિત સમાજની ૧૯ ટીમોએ ભાગ લીધો : ફાઇનલ મેચ ૧૪ એપ્રિલે રમાશે

હળવદ તાલુકા સહિત મોરબી, સુરેન્દ્રનગર જિલ્લાના યુવાનોમાં સંઘ, એકતા તેમજ ખેલ ભાવના કેળવાય તેવા હેતુ સાથે હળવદ આંબેડકર ક્રિકેટ યુવા ગ્રુપ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુનાર્મેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. હળવદમાં હાલ ક્રિકેટ ફિવર છવાયો છે ત્યારે વિનોબા ગ્રાઉન્ડ ખાતે ૧૯ ટીમો વચ્ચે “દે ધના ધન” ક્રિકેટનો રંગ જામશે.આ ટુનાર્મેન્ટની ફાઈનલ મેચ ૧૪ એપ્રિલ ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિના રમાશે.

ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે આયોજકો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના વિનોબા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટમાં દલિત સમાજના આગેવાનો તેમજ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જયારે જે.એમ. પરમાર દ્વારા દિપ પ્રાગટય કરી ટેનિસ ક્રિકેટ ટુનાર્મેન્ટનું શુભારંભ કરવામાં આવ્યું હતું ત્યારબાદ જય ભીમ ઇલેવન, સમલી અને જય ભવાની ટીમના કપ્તાને ટોસ ઉછાળી પ્રથમ મેચની શરૂઆત કરાઈ હતી.

- text

આ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબી, સુરેન્દ્રનગર જિલ્લાની ૧૯ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. દલિત સમાજના યુવાનોને પ્રોત્સાહિત તેમજ એકતાની ભાવના વધે તેવા હેતુ સાથે હળવદ આંબેડકર ક્રિકેટ યુવા ગ્રુપ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટની તમામ મેચો શહેરના વિનોબા ક્રિકેટ મેદાન ખાતે રમાશે. તેમજ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ ૧૪ એપ્રિલ એટલે કે ભારતના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે રમાશે.

દાતાઓ દ્વારા આ ટુર્નામેન્ટમાં ટીમના ખેલાડીઓ માટે મંડપ તેમજ ઠંડાપીણાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સીરીઝ તેમજ વિજેતા ટીમ અને રનર્સપ ટીમ માટે ઈનામોની વણઝાર દાતાઓ દ્વારા કરવામાં આવી છે. આ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા જે.એમ. પરમાર, હરેશભાઈ પરમાર, દિનેશભાઇ મકવાણા, હસુભાઇ પરમાર, દિનેશ પરમાર તેમજ દાતાઓ દ્વારા સહયોગ આપવામાં આવ્યું છે.

- text