રાજપર તાલુકા શાળાએ શરૂ કરી પોતાની સ્ટેશનરી : છાત્રો કરશે સંચાલન

- text


હવે શાળાના વિદ્યાર્થીઓને સસ્તા દરે સ્ટેશનરીની વસ્તુઓ મળી રહેશે

મોરબી : મોરબીના રાજપર ગામની તાલુકા શાળા દ્વારા એક પ્રેરણાત્મક પગલું ભરવામાં આવ્યું છે. શાળાના વિદ્યાર્થીઓને સસ્તા દરે જરૂરી સ્ટેશનરી મળી રહે તે માટે શાળામાં જ સ્ટેશનરીની શરૂઆત કરવામાં આવી છે. આ સ્ટેશરીનું સંચાલન ત્રણ વિદ્યાર્થીનીઓ કરશે.

- text

રાજપર ગામમાં વર્ષોથી રામધૂન ચલાવતા સુંદરકાંડ ધામધૂમ મંડળના આર્થિક સહયોગ અને શાળાના મદદનીશ શિક્ષક હિતેશભાઈ ભેંસદડિયા ના માર્ગદર્શન હેઠળ રાજપર તાલુકા શાળામાં આધુનિક યુગના નવીનતમ વિચારરૂપ શાળામાં સ્ટેશનરીની શુભ શરૂઆત કરવામાં આવી છે શાળા સ્ટેશનરી નું સંચાલન શાળામાં અભ્યાસ કરતી ધોરણ ૩ ની વિદ્યાર્થીનીઓ રંગપડીયા ખુશી, મારવણીયા રિયા, મારવણીય હેતવી દ્વારા કરવામાં આવશે શાળા સ્ટેશનરી શરુ કરવાનો મુખ્ય હેતુ શાળાના વિદ્યાર્થીને સસ્તા દરેક શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ થાય તેવો છે શાળા સ્ટેશનરી માંથી બાળકોને જરૂરી તમામ વસ્તુ મળી રહેશે. હાલ શાળામાં શરૂ કરવામાં આવેલી આ વિશેષ સુવિધા અન્ય શાળાઓ માટે પ્રેરણારૂપ બની છે.

- text