ઓમ શાંતિ વિદ્યાલયના છાત્રોએ બનાવેલી લઘુફિલ્મ જિલ્લા કક્ષાએ પ્રથમ

- text


મોરબી : મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા નિર્મિત લઘુફિલ્મને જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક મળ્યો છે. વિદ્યાર્થીઓને તાલુકા વિકાસ અધિકારી દ્વારા રૂ. ૭૦૦૦નો રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

- text

પેટા જળ અને સ્વચ્છતા મંત્રાલય ભારત સરકાર દ્વારા આયોજીત સ્વચ્છ ભારત મિશન અંતર્ગત “ભારત સ્વચ્છ બનાવા મારુ યોગદાન” માટે ઓમ શાંતિ સ્કૂલના છાત્રોએ લઘુફિલ્મ તૈયાર કરી હતી. આ લઘુફિલ્મને મોરબી જિલ્લામાં પ્રથમ નંબર મળતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા વિદ્યાર્થીઓને રૂ.૭૦૦૦નો રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

- text