મોરબી જિલ્લામાં કમોસમી ઝાપટા : હળવદના મયુરનગરમાં વીજળી પડતા બેના મોત

- text


હળવદ – માળીયા અને મોરબીના અમુક ગામડાઓમાં વરસાદી ઝાપટા પડ્યા : બપોર બાદ અચાનક વાતવરણમાં પલટો : ભારે પવનના સૂસવાટા

હળવદ : મોરબી જિલ્લાના માળીયા અને હળવદ અને મોરબી પંથકમાં બપોર બાદ અચાનક વાતાવરણમ બદલાવ સાથે તોફાની વરસાદી ઝાપટા પડતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું. જ્યારે હળવદના મયુર નગરમાં અચાનક વાતાવરણમાં પલટા સાથે વીજળી પડતા એક સાત વર્ષના બાળક અને એક મહિલાનું મોત નિપજયા સમાચાર મળી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લાના હળવદ અને મોરબી તેમજ માળીયા તાલુકાના ગામોમાં બપોરબાદ વતાવરણમાં અચાનક બદલાવ આવ્યો હતો અને તોફાની વાવાઝોડા જેવા પવન અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડયા હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે.

- text

જ્યારે હળવદના મયુર નગર ગામની સીમમાં આ માહોલમાં વીજળી પડતા સીમમાં લાકડા લેવા વાયેલા એક બાળક અને એક મહિલાનું મૃત્યુ નીપજ્યું છે. જેમાં હળવદના રિપોર્ટર મૅહુલભાઈ ભરવાડના જણાવ્યા મુજબ મયુર નગરની સીમમાં સીમાબેન પરમાર (ઉ.25) ને મેહુલ ઈશ્વરભાઈ (ઉ.7) માથે આ વીજળી પડતા બંનેના મૃત્યુ નિપજ્યા છે. જેમની ડેડબોડી હળવદ હોસ્પિટલે પીએમ માટે ખસેડવા તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાથી મયુર નગરમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

- text