હરિદ્વારના સંતોએ મોરબી સબ જેલ કેદીઓને પ્રાશ્ચિત કરવાનો જીવન મંત્ર આપ્યો

- text


કેદીઓને બહાર નીકળ્યા બાદ પરિવાર સાથે શાંતિપૂર્વક જીવન વિતાવવાની સલાહ આપી : સંતો સાથેનાં વાર્તાલાપમાં કેદીઓ ભાવવિભોર થયા

મોરબી : મોરબીના રામોજી ફાર્મ ખાતે ચાલી રહલા વૈદિક યજ્ઞમાં પધારેલા હરિદ્વારના સંતોએ આજે મોરબી સબજેલની મુલાકાત લઈને કેદીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. ઉપરાંત કેદીઓને વિવિધ દ્રષ્ટાંત આપીને કેદીઓને પ્રાશ્ચિત કરવાનો જીવન મંત્ર આપી સાચો માર્ગ ચીંધ્યો હતો. આ સમયે કેદીઓ પણ સંતોની વાતો સાંભળી ભાવવિભોર થઈ ગયા હતા.

મોરબીના રામોજી ફાર્મ ખાતે કૃષ્ણયાન દેશી ગૌ રક્ષા શાળા અને ભાગીરથીધામ , હરિદ્વાર દ્વારા વૈદિક યજ્ઞ ચાલી રહ્યો છે. આ યજ્ઞમાં હરિદ્વારથી ખાસ પધારેલા ગુરુદેવજી એ આજે સંતો સાથે મોરબી સબજેલની મુલાકાત લીધી હતી. આર્ટ ઓફ લિવિંગના હાર્દિકભાઈ ભાલોડિયા, મનસુખભાઇ ભાલોડિયા દ્વારા મોરબી સબજેલના કેદીઓ માટે કરાયેલા આ આયોજનમાં સંતોએ કેદીઓ સાથે ભાવભર્યો વાર્તાલાપ કરતા કેદીઓ ભાવુક થયા હતા. સંતોએ કેદીઓને વાલ્મિકી ઉપરાંત રામાયણ અને મહાભારતના વિવિધ દ્રષ્ટાંતો આપ્યા હતા.

- text

હરિદ્વારના ગુરુદેવજીએ કેદીઓને કહ્યું કે પાપ કરવા પાછળ પૂર્વ જન્મના કર્મોને કારંભત હોય છે. ઈશ્વરને પ્રાર્થના કરીને માફી માંગવામાં આવે તો આવા કર્મોથી રાહત મળી શકે છે. વધુમાં તેઓએ કેદીઓને કહ્યું કે હું આપણે કઈ આપી શકું એમ નહિ બસ આપણે આપણા કર્મોથી મુક્તિ મળે તેવા આશીર્વાદ આપું છું અને હું આપના દોષ માંગવા આવ્યો છું મને તમારા દોષ આપી દો અને સાચા દિલથી ઈશ્વરની માફી માંગી અહીથી બહાર નીકળીને માતા , પિતા, પત્ની, બાળકો અને પરિવારની સેવા કરજો ઉપરાંત સમાજ સેવાની પ્રવૃત્તિમાં પણ રસ લેજો તેવું જણાવ્યું હતું.

હરિદ્વારથી ખાસ પધારેલા ગુરુદેવજીએ સંતો સાથે મોરબી સબજેલની મુલાકાત દરમિયાન મોરબી સબ જેલમાં કેદીઓ માટેની સુવિધા અને તેમના જીવન સુધારણા માટે જેલમાં કરવામાં આવી રહેલા કાર્યોથી અત્યંત પ્રભાવિત થયા હતા. અને મોરબી સબ જેલના જેલર ગઢવી સાહેબ દ્વારા જેલમાં કેદીઓ માટે ચાલતા શિક્ષણ વર્ગો અને દરેક ધર્મના કેદીઓ માટે પ્રાર્થના અને અન્ય જરૂરી સુવિધા આપવા બાદલ અભિનંદન આપ્યા હતા.

સંતોની જેલ મુલાકાત વેળાએ આર્ટ ઓફ લિવિંગના હાર્દિકભાઈ ભાલોડિયા, મનસુખભાઇ ભાલોડિયા તેમજ જેલર ગઢવી સાહેબ સહિતના પણ ઉપસ્થિત રહ્યા હતા.

- text