રામોજી ફાર્મમાં સાંસ્કૃતિક કાર્યક્રમને મન ભરીને માણતા નગરજનો

- text


સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ અને મોરબીના છાત્રોની નૃત્ય, રૂપક અને શિવતાંડવ સહિતની કૃતિઓ નિહાળી દર્શકો મંત્રમુગ્ધ

મોરબી : મોરબીના રામોજી ફાર્મ ખાતે ચાલી રહેલા વૈદિક યજ્ઞમાં ગઈકાલે સ્વામિનારાયણ ગુરુકુલ તરફથી ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજકોટ અને મોરબી ગુરુકુળના છાત્રો દ્વારા રજૂ કરાયેલી વિવધ સાંસ્કૃતિક કૃતિઓ નિહાળી દર્શકો મંત્રમુગ્ધ થયા હતા. બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને લોકોએ આ કાર્યક્રમને મન ભરીને માણ્યો હતો.

- text

રામોજી ફાર્મ ખાતે વૈદિક યજ્ઞ ચાલી રહ્યો છે. ૨૦ દિવસના આ યજ્ઞમાં ધાર્મિક ઉપરાંત સંસ્કૃતિક અને સેવાકીય કાર્યો પણ થઈ રહ્યા છે. યજ્ઞ દરમિયાન રવિવારે રાત્રે સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ અને મોરબીના વિદ્યાર્થીઓએ સ્વાગત નૃત્ય, વ્યસનમુક્તિનો સંદેશો આપતું રૂપક, શિવ તાંડવ , શિવાજી મહારાજનો જીવન મહિમા અને દેશ ભક્તિ ગીતો સહિત અનેક સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરી હતી.આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં નગરજનોની ઉપસ્થિતિ રહી હતી.]

- text