મોરબીમાં કપડાં સુકવતી વેળાએ સાતમા માળેથી નીચે પટકાતા પરિણીતાનું મોત

- text


મોરબી : મોરબી નજીક હાઈવે પરના સિરામિક સિટીમાં ૭માં માળેથી નીચે પટકાતા પરિણીતાનું મોત નીપજ્યું હતું.મહિલા સાતમાં માળે કપડા સુકવતી હોય ત્યારે ઓચિંતી તે નીચે પડી ગઈ હોવાનું સામે આવ્યું છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના લાલપર નજીક આવેલી સિરામિક સીટીમાં રહેતા રિદ્ધિબેન ડેનીશભાઈ દેકાવાડીયા (ઉ.વ.૨૧) નામના પરિણીતા આજે પોતાના એપાર્ટમેન્ટના સાતમાં માળે કપડા સુકવતા હોય ત્યારે અકસ્માતે નીચે ખાબકતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જોકે સારવાર કારગત નીવડે તે પૂર્વે તેનું મોત નીપજ્યું હતું. બી ડીવીઝન પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી છે. વધુ તપાસ ઈમ્તિયાઝ જામ ચલાવી રહ્યા છે તેમજ પરિણીતાનો લગ્નગાળો એક વર્ષનો હોવાનું પણ જાણવા મળ્યું છે.

 

 

- text