મોરબી : આઠ મોટરસાયકલ ચોરનાર બંગાવડી ગામનો શખ્સ ઝડપાયો

- text


એલસીબી સ્ટાફે આઠ ચોરાવ બાઇક કબ્જે લીધા

મોરબી : મોરબી અને રાજકોટમાંથી એક, બે નહીં પરંતુ આઠ – આઠ મોટર સાયકલ ચોરનાર અઠંગ વાહન ઉઠાવગીરને ઝડપી લેવામાં મોરબી એલસીબી ટીમને સફળતા મળી છે, પોલીસે આઠ ચોરાવ બાઇક સાથે બંગાવડી ગામના યુવાનને ગિરફતમાં લીધો છે

પોલીસ અધિક્ષક મોરબી જયપાલસિંહ રાઠોડની સુચના મુજબ એલસીબી ઇન્ચાર્જ પીઆઇ આર.ટી.વ્યાસને વાહન ચોરીના ગુનાઓ રોકવા તથા ડીટેકટ કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ ના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ સહદેવસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા તથા પૃથ્વીરાજસિંહ જાડેજા ને ખાનગી રાહે મળેલ હકિકત આધારે રાજેન્દ્રસિંહ મયુરધ્વજસિંહ જાડેજા, ઉ.૨૩ બંગાવડી તા.ટંકારા મોરબી વાળાને મોરબી નવા બસ સ્ટેન્ડ પાસેથી મોટરસાયકલ સાથે પકડી તેની પુછપરછ કરતા સદર હું મોટરસાયકલ તથા અન્ય સાત મોટરસાયકલ મોરબી નવા બસ રટેન્ઠની આજુબાજુ માંથી તથા મોરબી સ્કાયમોલ પાસેથી તથા રાજકોટ રેલનગર પાસેથી પોતાના મિત્ર સાથે મળી ચોરી કરેલની કબુલાત આપી હતી.

- text

કબૂલાતના આધારે એલસીબી ટીમે તમામ મોટરસાયકલો એલ.સી.બી. કચેરીએ લાવી ચોરાયેલ મોટરસાયકલો બાબતે ખરાઇ કરતા મોરબી સીટી એ ડીવી. પોસ્ટે. વિસ્તારના મોટરસાયકલ નંગ-૬ તથા રાજકોટ રેલ્વે પોસ્ટે. વિસ્તારના મોટરસાયકલ નંગ ૨ એમ કુલ ૮ વાહન ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ગુન્હામાં ગયેલ મોટર સાયકલ નંગ-૮ મુદામાલ રિકવર કરી મુખ્ય આરોપીને પકડી પાડેલ છે.

- text