મોરબીમાં અકસ્માતમાં ચિંતાજનક વધારો : નક્કર આયોજન કરવાની માંગ

- text


વિહિપ અગ્રણી હસમુખભાઈ ગઢવીની મુખ્યમંત્રીને રજુઆત

મોરબી : મોરબીમાં માર્ગ અકસ્માતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આ માર્ગ અકસ્માતો નિવારવા માટે તંત્ર દ્વારા નક્કર આયોજન કરવામાં આવે તેવી માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી.

વિહિપ અગ્રણી હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે છેલ્લા ૩૦ દિવસમાં મોરબી શહેર તથા આસપાસના વિસ્તારમાં અકસ્માતોનું પ્રમાણ વધી ગયું છે. અનેક જિંદગીઓ મોતના મુખમાં ધકેલાઈ ગઈ છે. ત્યારે હજુ પણ વાહન ચાલકોની જિંદગી બચવવા માટે તંત્રે નક્કર પગલાં લેવાની તાતી જરૂરિયાત છે.

વધુમાં જણાવ્યું કે મોરબી રાજકોટ વચ્ચે ફોરટ્રેક રોડનું કામ ચાલુ છે.ટંકારા થી મોરબી વચ્ચે ફોરટ્રેક રોડનું કામ ચાલુ થયું નથી. ત્યારે ટંકારા થી મોરબી, નવલખી થી મોરબી, અને હળવદ થી મોરબી વચ્ચે ફોર ટ્રેક રોડ બનાવવામાં આવે ઉપરાંત જ્યાં ડિવાઈડર છે ત્યાં કાળા પીળા કલર કરવામાં આવે, રોડની બંને બાજુ સમયાંતરે બાવળ કાપવામાં આવે, લીલાપર ભડિયાદ રોડને જોડતી મચ્છુ નદી પર ફોરટ્રેક બ્રિજ બનાવવામાં આવે તેવી માંગ ઉઠાવામાં આવી છે.

- text

આ ઉપરાંત મયુર બ્રિજ નીચે કોજ વેનું કામ ઝડપ થી પૂરું કરવામાં આવે, ઝૂલતા પુલ નીચે બેઠો પુલ બનાવવામાં આવે, કાલિકા ઘાટ થી વલ્લભઘાટ મહાપ્રભુજીની બેઠક સુધી બેઠો પુલ કોજ વે બનાવવામાં આવે તેમજ ઉમિયા સર્કલ, રવાપર ચોકડી, નટરાજ ફાટક, વીસી ફાટક, નવલખી ફાટક પાસે ટ્રાફિક સમસ્યા નિવારવા માટે વહેલી તકે ફ્લાય ઓવર બનાવવા માં આવે આમ આટલા કામો થી શહેરની ટ્રાફિક સમસ્યા થોડી હળવી બની શકશે.

હસમુખભાઈએ વધુમાં જણાવ્યું હતું કે મોરબી નગર ફરતો બાયપાસ – ૨ પ્રોજેકટ શરૂ કરવામાં આવે તેમજ નવા બસ સ્ટેન્ડની કાયાપલટ કરી રાજકોટમાં તૈયાર થઈ રહેલા બસપોર્ટ જેવું નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવે તેવી માંગણી છે.

 

- text