ગુણોત્સવ કાર્યક્રમ થકી શાળા શિક્ષણની ગુણવતામાં સુધારો થયો છે : મંત્રી સૌરભભાઇ પટેલ

- text


મંત્રી સૌરભભાઇ પટેલ દ્વારા મોરબી નગરપાલીકા વિસ્તારની તાલુકા કન્યા શાળા નં-૨નું સર્વગ્રાહી ગુણાત્મક મુલ્યાંકન કરાયું

મોરબી : શિક્ષણએ વિકાસનો પાયો છે. સારા શિક્ષણ થકી પરિવાનો, રાજયનો અને દેશનો સારી રીતે વિકાસ થાય છે. તેમ રાજયના ઉર્જા અને મોરબી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે આજે ગુણોત્સવ-૮ના બીજા દિવસે મોરબી નગરપાલીકા વિસ્તારની માતૃશ્રી બાજીરાજબા તાલુકા કન્યા શાળા નં-૨નું સર્વગ્રાહી શાળા મુલ્યાકન કરતા જણાવ્યું હતું. મંત્રીશ્રીએ દિપ પ્રગટાવી ગુણોત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.
મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં કન્યા કેળવણીનો વ્યાપ વધે તે માટે રાજયભરમાં મહા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં મંત્રીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, અને અધિકારીશ્રીઓને જોડી ગામડે ગામડે દોડાવ્યા હતા જેનાથી રાજયમાં કન્યા શિક્ષણમાં ખુબ જ વધારો થયો છે. જે આપણે સૌ જોઇ શકીએ છીએ. મંત્રીશ્રીએ રાજયમાં શિક્ષણની ગુણવતા સુધારવા ગુણોત્સવનો કાર્યક્રમ શરૂ કરાયો છે. તેનાથી શાળા શિક્ષણની ગુણવતામાં સુધારો થયો છે. તેમ તેમણે જણાવ્યું હતું
મંત્રીશ્રીએ ગુણોત્સવની અગત્યતા સમજાવી કાર્યક્રમ થકી શાળામાં શિક્ષણની ગુણવતા સુધારવા વિષયવાર ખુટતા શિક્ષકો, શૈક્ષણિક સાધનો પુરા પાડવા સરકાર પ્રયત્ન શીલ છે. તેમ તેમણે જણાવ્યું હતું મંત્રીશ્રીએ શાળાના વર્ગ ખંડોની મુલાકાત લઇ ધોરણ ૨ થી૮ ની બાળાઓને વાંચન, લેખન, અને ગણન કરાવી શાળાનું સર્વગ્રાહી ગુણાત્મક મુલ્યાંકન કર્યુ હતું. મંત્રીશ્રીએ વાલીઓ તથા એસ.એમ.સી.ના સભ્યો સાથે બેઠક યોજી તેઓની પાસેથી શિક્ષણ વિકાસના સુચનો મેળવ્યા હતા મંત્રીશ્રીએ શિક્ષણમાં અને સ્વચ્છતામાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરનાર બાળાઓનું પ્રમાણપત્ર અર્પણ કરી બહુમાન કર્યુ હતું
શાળાની બાળાઓ દવારા યોગાશનો, ગૌરવગાન સુંદર રીતે રજુ કર્યા હતા સમારોહની શરૂઆતમાં મંત્રીશ્રીનું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી બી.એન. દવેએ શાલ અને પુસ્તક અર્પણ કરી શાબ્દીક સ્વાગત ઉદબોધનમાં જિલ્લા શિક્ષકક્ષેત્રે થયેલ વિકાસની રૂપરેખા આપી હતી કાર્યક્મના સમાપનમાં શાળાના આચાર્યશ્રી નિલેષભાઇ કૈલાએ આભારવીધી કરી હતી

- text

ગુણોત્સવના આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી સર્વેશ્રી હિરેનભાઇ પારેખ, શ્રી જયોતીસિંહ જાડેજા, પી.જી.વી.સી.એલ.ના મોરબીના કાર્યપાલક ઇજનેર અને મંત્રીશ્રીના લાયઝન અધિકારીશ્રી એન.ડી. પનારા મોરબી તાલુકા શિક્ષણાધિકારીશ્રી ઉર્મીલાબેન, મંત્રીશ્રીના અંગત મદદનીશ શ્રી રાણા તથા શિક્ષકો ઉપસ્થિત રહયા હતા.

- text