મોરબીમાં વૈશ્વિકસ્તરની દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલનો પ્રારંભ

- text


મેન્ટોર સલમાન ખુરશીદનું સતત માર્ગ દર્શન : ભારત જ નહીં મિડલ ઇસ્ટ અને ઉજબેકિસ્તાનમાં પણ દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કુલની બ્રાન્ચ : બિંબા ઢાળ શૈક્ષણિક પદ્ધતિને બદલે વિદ્યાર્થીઓને મુક્ત વાતાવરણમાં આંતરરાષ્ટ્રીય પદ્ધતિથી શિક્ષણ

મોરબી : મોરબીમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ આપવા દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલનો પ્રારંભ થયો છે, વર્તમાન બિંબાઢાળ પદ્ધતિથી જરા હટ કે મુક્ત વાતાવરણમાં બાળકોને બહાર વગરનું વૈજ્ઞાનિક ઢબે શિક્ષણ આપવાની નેમ સાથે શરૂ થયેલ ડીપીડબ્લ્યુએસમાં પૂર્વ વિદેશ મંત્રી અને મેન્ટોર એવા સલમાન ખુરશીદનું સતત માર્ગદર્શન આપવામાં આવતું હોવાનું પ્રિન્સિપાલ નાગેન્દ્ર પાંડેજી જાહેર કરી બાળકોને વિશ્વમાં શ્રેષ્ઠ ગણાતી ફિનલેન્ડની શિક્ષણ પધ્ધતિથી બાળકોને ફક્ત ભણતર જ નહીં વાસ્તવિક ગણતર પણ શીખવવામાં આવશે તેવો કોલ આપ્યો હતો.

દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કુલના પ્રારંભ સમયે મોરબી શહેર જિલ્લાના સજ્જનો, મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે શાળાની ઉદઘાટન વિધિ કરવામાં આવી હતી, આ, તકે પ્રિન્સિપાલ.નાગેન્દ્ર પાંડેજી જણાવ્યું હતું કે, મોરબીનું આ અદ્દભુત કેમ્પસમાં તમને બધાને આવકારે છે, જેમાં માત્ર ભારત જ નહિ, પણ સમગ્ર વિશ્વમાં શિક્ષણ શાસ્ત્રમાં શ્રેષ્ઠ રીતે શિક્ષણ આપવાનું અમે વચન આપીએ છીએ. આ સંસ્થા કામદાર ગ્રુપ દ્વારા ચલાવવામાં આવે છે, જે હોમિયોપથી, ફિઝીયોથેરાપી, બી.ડી. અને તમામ દિલ્હી પબ્લિક સ્કૂલ, રાજકોટ સહિત ચલાવવામાં આવે છે. સંસ્થાના ચેરમેન રાજેન્દ્ર ભાઇ કામદાર જૈન પરિવારના છે તેઓ હાલ વિદેશમાં હોવાથી આજે અહીં હાજર રહી શક્યા નથી જો કે, તેઓએ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ મોકલાવી છે જે હું પ્રેમપૂર્વક તમારા બધા સાથે શેર કરી રહ્યો છું.

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કર દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલ દિલ્હી પબ્લિક વર્લ્ડ ફાઉન્ડેશનના છત્ર હેઠળ ચાલે છે જેનું વડું મથક દિલ્હીમાં છે, અને આ ફાઉન્ડેશન દિલ્હી પબ્લિક સ્કૂલ્સના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના જ જૂથ દ્વારા ચલાવવામાં આવે છે જેનો તેઓ ગર્વ અનુભવી હાલ પોતાના જ્ઞાનને અમારા માટે માર્ગદર્શક બની લાભ આપી રહ્યા છે, ખાસ કરીને સલમાન ખુરશીદ મુખ્ય છે નોંધનીય છે કે પૂર્વ ​​વિદેશ મંત્રી તરીકે સેવા આપનાર અને પ્રખ્યાત વકીલ એવા સલમાન ખુરશીદજીના દાદા, ડૉ. જાકિર હુસૈન ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ હતા. અને તેમના પિતાશ્રી ખુરશીદ આલમ ખાન રાજ્યના ગવર્નર તરીકે સેવા આપતા હતા.

આ ફાઉન્ડેશનના અધ્યક્ષ શ્રીમતી લુઇસ ખુર્શીદ છે તેઓ ઉત્તરપ્રદેશમાં એક વિધાનસભ્ય તરીકે સેવા આપી છે આ ઉપરાંત ડીપીએસના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના અન્ય સભ્યોમાં ડો. મોન્ટેક સિંહ અહલુવાલિયા, ચિંતમણી રાવ, રાજીવ ભટનાગર, શર્મિલા ટાગોરનો સમાવેશ થાય છે. અને દિવસે – દિવસે દિલ્હી પબ્લિક વર્લ્ડ શાળાઓ મજબૂત થઈ રહી છે અને હાલમાં ૪૫ થી વધુ શાળાઓનું એક મજબૂત અને ગતિશીલ જૂથ બની ગયું છે અને ભારત મધ્ય પૂર્વમાં લગભગ અડધો ડઝન જેટલી સ્કૂલો ઉપરાંત ઉઝબેકિસ્તાનમાં પણ શાળા કાર્યરત છે.

- text

આ તકે, પ્રિન્સિપાલ નાગેન્દ્ર પાંડેજી કહ્યું કે હું અમારા મેન્ટોર સલમાન ખુરશીદ, ચેરપર્સન લુઈસ ખુર્શીદ અને તેમની ટીમને મોરબી ડીપીડબ્લ્યુએસ કેમ્પસની અમારા સ્કૂલની મુલાકાત લે મુલાકાત લેવા આમંત્રણ પાઠવું છું અને સંભવતઃ ચાલુ માસે જ તેઓ મોરબી કેમ્પસની મુલાકાત લે તેવી શક્યતા છે.

ડીપીડબ્લ્યુએસની ખાસિયત જણાવતા તેમને જણાવ્યું હતું કે અમારી શિક્ષણની પદ્ધતિ આંતરરાષ્ટ્રીય માનંક અને માપદંડોને અનુસરે છે અને વિદ્યાર્થીઓની કસોટી (પીઆઇએસએ) સ્કેલ માટે વિશ્વ કાર્યક્રમમાં નંબર વન ક્રમે છે. દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલ ફાઉન્ડેશન ફિનલૅન્ડ સાથે સહયોગ કરનાર પહેલું ગ્રુપ છે, જે શિક્ષણ શિક્ષણની પ્રક્રિયામાં નમૂનારૂપ પરિવર્તન લાવવા પ્રતિબદ્ધ છે,

દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલ અન્ય સ્કૂલોથી કેવી રીતે અલગ પડે છે એ અંગે મુદ્દાસર સમજાવતા તેમને ઉમેર્યું કે

1. ડીપીડબ્લ્યુએસ, મોરબી એ શહેરની એકમાત્ર શાળા છે કે જે માત્ર બ્રાન્ડ નામ થી નહિ પરંતુ મુખ્ય સંસ્થાના નકશે કદમ પર ચાલી આંતર રાષ્ટ્રીય દરજ્જાનું શિક્ષણ આપે છે.

2. આ એકમાત્ર શાળા છે જ્યાં તાલીમ અને વિકાસ વાર્ષિક કૅલેન્ડરમાં ફરજિયાત ઘટક તરીકે છે. અને રિસોર્સ ટીમને ફિનલેન્ડથી પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
3. શાળાના શૈક્ષણિક પ્રોગ્રામ અને સિલેબસ દિલ્હીના અમારા શૈક્ષણિક રિસોર્સ સેન્ટર ખાતે ડિઝાઇન અને વિકસિત કરવામાં આવે છે.

4. એકમાત્ર શાળા કે જ્યાં વાર્ષિક શૈક્ષણિક ઓડિટ હાથ ધરવામાં આવે છે.

5. આચાર્યો અને વહીવટકર્તાઓ નવીન પ્રથાઓના મંતવ્યો શેર કરવા મળે છે. ઉપરાંત આવા તો અનેક વિશેષ ગુણો દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલ ધરાવે છે

આ તકે, દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલ વતી જણાવ્યું હતું કે અમારા પર ભરોસો મૂકી બાળકોને અહીં ભણવા માટે બેસાડ્યા છે તે બધા માતા-પિતાનો આભાર વ્યક્ત કરી શાળા બાળકોને એક અનોખું અનેરું પ્લેટફોર્મ પૂરું પાડશે તેવી ખાતરી વાલીઓને આપવામાં આવી હતી. અને વાલીઓના સમર્થનથી ચોક્કસપણે આવનાર દિવસોમાં અહીં અભ્યાસ કરનાર બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મોરબીમાં શિક્ષણિક ક્ષેત્રે આગમનને પગલે અન્ય શાળાઓ માટે તેઓએ ખેલદિલી પૂર્વક જણાવ્યું હતું કે અમે હરીફ અથવા પ્રતિસ્પર્ધકો નથી. અમે ભાગીદારો છીએ, ભાગીદારો પ્રગતિમાં છે, શિક્ષણ જગતમાં શૈક્ષણિક શિક્ષણશાસ્ત્રમાં એક ટેકટોનિક પરિવર્તન લાવવામાં અમે તમારી સાથે હાથમાં હાથ મિલાવવા આતુર છીએ તેવું સ્પષ્ટ કરી અન્ય સ્કૂલો સાથે દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલને કોઈ હરીફાઈ ન હોવાનું અંતમાં જણાવ્યું હતું.

 

- text