હળવદની રેલવે સુવિધા બાબતે હળવદ ભાજપ દ્વારા રેલવે મંત્રાલયને રજૂઆત

- text


ધ્રાંગધ્રા-ભાવનગર ટ્રેનને હળવદ સુધી લંબાવવા તેમજ બાયપાસ ટ્રેનોને સ્ટોપેજ અપાવવા પૂર્વ પંચાયત મંત્રીના પ્રયાસ

હળવદ : હળવદ શહેર દિવસેને દિવસે હરણફાળ વિકાસ ભણી રહ્યો છે ત્યારે લોકોની સુવિધામાં વધારો કરવા હળવદથી બાયપાસ જતી ટ્રેનના સ્ટોપ તેમજ ધ્રાંગધ્રા – સુરેન્દ્રનગર ડેમુ ટ્રેન તેમજ ધ્રાંગધ્રા – ભાવનગર ટ્રેનને હળવદ સુધી લંબાવવા બાબતે તથા વેગડવાવ ફાટકની જગ્યાએ ઓવર બ્રીજ બનાવવા સહિતના પ્રશ્નો અંગે હળવદ ભાજપ દ્વારા કેન્દ્ર મંત્રાલયને રજૂઆત કરવામાં આવી હતી.

હળવદ શહેરના લોકોની પરીવહન માટેની પાયાગત સુવીધા માટે રેલ્વે મુસાફરીની વિવિધ સમસ્યાઓની રજુઆતો થઈ રહી હતી જેમાં હળવદ રેલ્વે સ્ટેશનને આધુનીક બનાવવા તેમજ હળવદથી બા્યપાસ જતી ટ્રેનના સ્ટોપ તેમજ ધ્રાંગધ્રા – સુરેન્દ્રનગર ડેમુ ટ્રેન તેમજ ધ્રાંગધ્રા – ભાવનગરને હળવદ સુધી લંબાવવા બાબતે તથા વેગડવાવ ફાટકની જગ્યાએ ઓવર બ્રીજ બનાવવા કેન્દ્રીય રેલ્વે મંત્રી પીયુષભાઇ ગોયલ તથા ચેરમેન અશ્વીનીકુમારને રજુઆત કરવામાં આવી હતી. જે બદલ રેલ્વે મંત્રી તથા ચેરમેનશ્રી દ્વારા ઉપરોક્ત રજુઆતને માન્ય રાખી આગામી સમયમાં તમામ રજૂઆતોનું નિરાકરણ લાવવામાં આવશે તેવી હળવદ ભાજપના હોદેદારોને ખાતરી આપવામાં આવી હતી. આ અંગે પૂર્વ પંચાયત મંત્રી તેમજ ભાજપ શહેર પ્રમુખ અને પૂર્વ પાલીકા પ્રમુખના પ્રયાસ થકી હળવદ શહેરના અધુરા કામોને પુરા કરી વિકાસને વેગવંતો બનાવવા પૂરતા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

- text

છેલ્લા કેટલાક સમયથી રેલ મુસાફરી તેમજ વેગડવાવ ફાટકની સમસ્યાથી પરેશાન હળવદ પંથકના લોકોમાં માગણી ઉઠવા પામી હતી. જેને ધ્યાને લઇ દિલ્હી ખાતે સાંસદ મોહનભાઇ કુંડારીયા, પુર્વ મંત્રી જયંતીભાઇ કવાડીયા, શહેર ભાજપ પ્રમુખ અજયભાઇ રાવલ તેમજ પૂર્વ પાલીકા પ્રમુખ રણછોડભાઇ દલવાડીએ રેલવે મંત્રાલય સમક્ષ હળવદના પ્રશ્નોની છણાવટ કરવામાં આવી હતી જેમાં પાયાગત સુવિધા ઉપલબ્ધ કરાવવાનો રેલવે મંત્રાલય દ્વારા હકારાત્મક વલણ સાથે ઝડપથી આ બાબતે ઘટતું કરવાની ખાતરી આપી હતી.

- text