રાજપર તાલુકા શાળામાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

- text


વક્તુત્વ સ્પર્ધા ,ગાયન સ્પર્ધા ,ડાન્સ કોમ્પીટીશન, કબડ્ડી ,ખો-ખો અને કવિઝ કોમ્પિટિશનનું આયોજન

મોરબી: મોરબી જિલ્લાની રાજપર તાલુકા શાળામાં લાઈફ સંસ્થા દ્વારા પ્રતિભાશોધ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિને બહાર લાવી તેઓના સર્વાંગી વિકાસ થાય અને સ્ટેજ ફિયર દૂર થાય તેવો હતો.

કાર્યક્રમમાં શાળાના ધો.૫ થી ૮ ના વિદ્યાર્થીઓએ ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કાર્યક્રમમાં વક્તુત્વ સ્પર્ધા ,ગાયન સ્પર્ધા ,ડાન્સ કોમ્પીટીશન, કબડ્ડી ,ખો-ખો અને કવિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા અને રનર્સઅપ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઇનામ આપવામાં આવ્યા હતા

- text

આ ઉપરાંત રાજપર તાલુકા શાળાના ધો. ૮ના વિદ્યાર્થીઓનો દિક્ષાંત સમારોહ યોજાયો હતો જેમાં ધો. ૮ ના બાળકોએ શાળામાં અભ્યાસ દરમિયાન શિક્ષકો સાથેના અનુભવો તેમજ સંબંધો વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.ત્યારબાદ ધો.-૧ થી ૮ ના બાળકો માટે શાળા પરિવાર તરફથી ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતુ શાળામાંથી વિદાય લઇ રહેલા બાળકો સાથે ગ્રુપ ફોટો લઇને તમામ છૂટા પડયા હતા.

- text