મોરબીમાં કેસર કેરીની આવક ઓછી : ભાવ આસમાને

- text


રત્નાગીરી અને હાફૂસ કેરીના રૂ ૩૫૦ જ્યારે લાલબાગ તથા તાલાલાની કેરીના રૂ.ર૫૦ ભાવ

મોરબી: ઉનાળાનો પ્રભાવ વધતાની સાથે સૌરાષ્ટ્રમાં કેરીની આવક થવા માંડી છે પરંતુ મોરબીમાં કેસર કેરીની ખૂબ જ ઓછી આવક જોવા મળી રહી છે. આવક ઓછી હોવાથી કેસર કેરીના ભાવ પણ એટલા આસમાને છે કે મધ્યમ વર્ગને તે પોસાઈ તેમ નથી. ત્યારે મધ્યમ વર્ગ કેરીના ભાવમાં ઘટાડો આવે તેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યો છે.

- text

મોરબી માર્કેટીંગ યાર્ડ માં હજી કેરીની આવક થઈ નથી આથી વેપારીઓ કેરી મહારાષ્ટ્ર અને કેરળમાંથી મંગાવી રહ્યા છે એના ભાવ પણ આસમાને છે જેમા મહારાષ્ટ્રથી આવતી રત્નાગીરી અને હાફૂસ કેરીના પ્રતિ કિલોના રૂ ૩૫૦ જેવા ભાવ છે અને લાલબાગના રૂ. ૧૫૦ પ્રતિ કિલો ભાવ છે ત્યારે તાલાલા થી આવતી કેરીના ભાવ પ્રતિકિલો આશરે ર૫૦ જેવા છે આથી સામાન્ય વર્ગ માટે કેરીના રસનો સ્વાદ માણવો હજી દૂર છે.

- text