મોરબીની એમ.પી.શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ રૂ. ૪૦ લાખના ખર્ચે રીનોવેશન કરાશે

- text


૨ હજાર વૃક્ષો વાવીને વનઉદ્યાન બનાવાશે, રમત ગમતનું મેદાન ઉપલબ્ધ કરાશે: બે માસમાં કામ પૂર્ણ થશે

મોરબી: મોરબીની ગર્લ્સ હાઈસ્કૂલમાં રૂ. ૪૦ લાખના ખર્ચે રીનોવેશન કામ હાથ ધરવામાં આવનાર છે. બિલ્ડીંગને કલર કામ તેમજ બારી બારણાં ફિટ કરાશે.ઉપરાંત વન ઉદ્યાન બનાવી ૨ હજાર વૃક્ષો વાવીને વિદ્યાર્થીનીઓ માટે રમત ગમતના મેદાનો સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.આ કામ અંદાજે બે માસમાં પૂર્ણ થશે.

મોરબીની એકમાત્ર વિદ્યાર્થીઓ માટેની સરકારી એમ.પી.શેઠ ગર્લ્સ હાઈસ્કુલનું સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શાળાનું રૂ.૪૦ લાખના ખર્ચે રીનોવેશન કામ હાથ ધરવામાં આવશે. આ અંગે વધુ વિગત આપતા ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ઉષાબેન જાદવે જણાવ્યું હતું કે વર્ષ ૧૯૬૧માં ગર્લ્સ હાઈસ્કૂલની સ્થાપના થઇ હતી.આ સ્કૂલમાં ઘણી બધી દીકરીઓ ભણીને સરકારી ઉચ્ચ હોદા પર સેવાઓ આપીને શાળાનું ગૌરવ વધારી રહી છે. શાળામાં ધો. ૯ થી ૧૨ આર્ટ્સ, કોમર્સ અને હોમ સાયન્સના અભ્યાસક્રમો ચાલી રહ્યા છે. અહીં ૬૬૦ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે. શાળામાં ૨૫ વર્ગખંડો અને ૧૮ ક્વોલિફાઇડ શિક્ષકોનો સ્ટાફ છે. સ્કૂલમાં સુરક્ષાને ધ્યાને લઈને ૧૮ સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે.

- text

૧૦ વીઘા જમીનમાં શાળા પથરાયેલી છે. સ્કૂલના કમ્પાઉન્ડમાં ગંદકી અને આવરા તત્વોને કારણે વાતાવરણ બગડતા ગયા વર્ષે ગયા વર્ષે વિશાળ કમ્પાઉન્ડ બનાવ્યું હતું.જ્યારે હવે સ્કૂલની મરમતની જરૂરુયાત ઉભી થતા સ્કૂલના રીનોવેશનનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ કામ ૩૦ જૂન સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે.ઉપરાંત સ્કૂલમાં વનઉદ્યાન ઉભુ કરી આશરે ૨ હજાર વૃક્ષો વાવીને રમત ગમતના મેદાન સહિતની સવલત ઉભી કરવામાં આવશે.

એમ.પી.શેઠ ગર્લ્સ હાઈસ્કુલને પોતાની લાઈબ્રેરી પણ ધરાવે છે. જેમાં વિવિધ વિષયના આશરે ૬૭૬૫ જેટલા પુસ્તકો છે. જોકે અમુક તત્વો દ્વારા એવી અફવા વહેતી કરવામાં આવી હતી કે આ સ્કૂલ બંધ થવાની છે. પરંતુ આ વાત પાયાવિહોણી હતી. આ સ્કૂલના ટ્રસ્ટી પ્રદીપભાઈ વોરા અને પ્રિન્સિપાલે આ સ્કૂલ કોઈ કાળે બંધ નહીં થાય અને સ્કૂલને નંદનવન જેવી બનાવીને પહેલા જેવી ઓળખ ઉભી કરાશે તેમ જણાવ્યું હતું.

- text