મોરબીના ખાખરેચી ગામ પાસે ટ્રિપલ સવારી બાઈકને કારે હડફેટે લેતા એકને ગંભીર ઇજા

- text


મોરબી: મોરબીના ખાખરેચી ગામના વળાંક પાસે ત્રણ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા બાઈક સવાર યુવકોને ગંભીર ઈજાઓ પહોચી હતી. જેથી એકને રાજકોટ રીફર કરવામાં આવ્યો હતો.જે મામલે મોરબી તાલુકા પોલીસે બાઈક સવારની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના ખાખરેચી ગામના વળાંક નજીક જી જે ૩ એચડી ૨૮૧૩ બાઈક પર અમિત છનાભાઈ પાટડીયા સહિત ૨ લોકો જઈ રહ્યા હતા દરમિયાન રોડ ક્રોસ કરતા સમયે પુરપાટ ઝડપે આવતી કાર જીજે ૧૨ સીડી ૮૭૮૫ ના ચાલકે ત્રણ સવારી મોટર સાઈકલને હડફેટે લઈને ગંભીર ઈજાઓ પહોચાડી હતી. મોટર સાઈકલ સવાર ત્રણને ઈજાઓ થતા ૧ ને રાજકોટ રીફર કરવામાં આવ્યો હતો તો અન્ય બે ને મોરબી સારવાર આપવામાં આવી રહી છે.

ઘટના અંગે બાઈક ચાલક અમિતે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

- text