વાંકાનેર તાલુકામાંથી અપહરણ થયેલ કિશોરીને શોધી કાઢતી મોરબી એસ.ઓ.જી.ટીમ

- text


મોરબી : ગુમ કે અપહરણ થયેલ બાળકો – કિશોરને શોધી કાઢવા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ ઓપરેશન મુશ્કાન અન્વયે મોરબી એસઓજી ટીમે વાંકાનેર તાલુકામાંથી અપહરણ થયેલ કિશોરીને શોધી કાઢવામાં સફળતા મેળવી છે.

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડે ઓપરેશન મૂસ્કાન અંતર્ગત જિલ્લામાં સગીરવયના બાળક ગુમ/અપહરણ થયેલાઓને શોધી કાઢવાની ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી.પોલીસ ઇન્સપેકટર એસ.એન.સાટીની સુચનાથી મોરબી એસ.ઓ.જી.સ્ટાફ એ.એસ.આઇ અનિલભાઇ મણીશંકરભાઇ ભટ્ટ તથા પો.હેડ.કોન્સ ફારૂકભાઇ યાકુબભાઇ, પો.કોન્સ.નરેન્દ્રસિહ રધુવિરસિહ જાડેજા તથા ધર્મેન્દ્રભાઈ અંબારામભાઇ એમ બધા એસઓજી ઓફીસ મોરબી ખાતે હાજર હતા ત્યારે હેડ.કોન્સ. ફારૂકભાઇ યાકુબભાઇ તથા એ.એસ.આઇ અનિલભાઇ મણીશંકરભાઇ ભટ્ટ ને ખાનગી રાહે હકિકત મળેલ જેના આધારે ગઢેચી ગામ તા,ચોટીલા જિ.સુ.નગર ખાતે હકીકત વાળી જગ્યા એ જતા અને ખાનગી રાહે તપાસ કરતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ ર નં ૭૪/૧૭ IPC કલમ 353,355 વિ.મુજબના ના ગુન્હા ના કામે ભોગ બનનાર કિશોરી ઉ વ આશરે ૧૫ વર્ષ ૮ માસ રહે.રૂપાવટી તા.વાકાનેર જિ.મોરબી હાલ રહે,ગઢેચી તા.ચોટીલા જિ.સુ.નગર વાળી સાથે આરોપી મહેશભાઇ ઉર્ફે મુકેશભાઇ બાબુભાઇ ગાંગાણી જાતે કોળી ઉંવ.ર૩ રહે.રૂપાવટી, તા.વાકાનેર જિ.મોરબી હાલ,રહે,ગઢેચી તા.ચોટીલા જિ.સુરેન્દ્રનગર વાળા મળી આવ્યા હતા.

- text

જેને પગલે ધોરણસર કાર્યવાહી કરી વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

- text