મોરબીમાં કાલે દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલનો ઉદ્ધાટન સમારોહ

- text


જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલ અને પોલીસ અધિક્ષક જયપાલસિંઘ રાઠોડ આપશે હાજરી

મોરબી: મોરબીમાં આવતીકાલથી દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.કાલે ભવ્ય ઉદ્ધાટન સમારોહનું આયોજન કરવામા આવ્યું છે.જેમાં અનેક મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.

મોરબીના વીરપર પાસે બા ની વાડીના પાછળના ભાગે નવનિર્મિત દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલનો આવતીકાલે ઉદ્ઘાટન સમારોહ યોજાનાર છે.મોરબી શહેરને ઉચ્ચ કક્ષાનું અને ગુણવત્તા ભર્યું શિક્ષણ આપવાની નેમ સાથે શરૂ થનાર દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલ મોરબીના શિક્ષણમાં નવો અધ્યાય શરૂ કરશે.

- text

આવતીકાલે દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ સ્વરૂપે જીલ્લા કલેક્ટર આઈ.કે.પટેલ તેમજ પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેવા માટે દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલના મેનેજમેન્ટ અને સ્ટાફ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text