મોરબીની શાળામાં હનુમાન જયંતીની અનોખી ઊજવણી

- text


મોરબી : મોરબીની રાધેક્રિષ્ના વિદ્યાલય અને લિટલ ફ્લાવર્સ પ્રિ સ્કૂલમાં આજે હનુમાન જયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.શાળાના ભુલકાઓએ બજરંગબલીનો વેશ ધારણ કર્યો હતો. સાથે વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ પણ રજુ કરી હતી.

મોરબીની રાધેક્રિષ્ના વિદ્યાલય અને લિટલ ફ્લાવર્સ પ્રિ સ્કૂલમાં આજે હનુમાન જયંતીની વિશેષ ઉજવણી કરવાનું આયોજન હાથ ધરાયુ હતું. પ્રિ સેક્શનના ભૂલકાઓએ હનુમાનજીનો વેશ ધારણ કર્યો હતો. આ સાથે ધો.૧ થી ૧૦ના વિદ્યાર્થીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ ઉત્સાહભેર વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરીને ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

- text

સમગ્ર શાળાનું સંચાલન શાળાના પ્રિન્સિપાલ પિયુષ ચોટલિયા અને આરતી રોહને કર્યું હતું. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડો.રવિન્દ્ર ભટ્ટે કાર્યક્રમને સફળ બનાવવા પાછળ જહેમત ઉઠાવનાર શિક્ષકો અને વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા.

 

- text