મોરબી જિલ્લાની ત્રણ શાળામાં કાયદાકીય શિક્ષણ આપવા લીગલ લિટરસી ક્લબની સ્થાપના

- text


આગામી દિવસોમાં વધુ બે શાળામાં લીગલ લિટરસી કલબ શરૂ કરાશે

મોરબી : સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ નેશનલ લીગલ ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાની ત્રણ સ્કૂલોમાં લીગલ લિટરસી ક્લબ શરૂ કરવામાં આવી છે બાદમાં બીજી વધુ બે સ્કુલમાં કલબ શરૂ થશે જેમાં કોર્ટના ન્યાયાધીશો અને એડવોકેટો બાળકોને કાયદાકીય શિક્ષણ આપશે.

ગુજરાત રાજ્ય લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા મોરબી જિલ્લાની કુલ પાંચ સ્કૂલોમાં લીગલ લિટરસી ક્લબ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાંથી વાંકાનેરની આરજીત સિંહ હાઇસ્કુલ ,મોરબીની ઓમ શાંતિ વિદ્યાલય અને રવાપર-ન ધુનડા રોડ પરની તાજેતરમાં નવી બનેલી ન્યુ એરા ગ્લોબલ સ્કુલમાં લીગલ લિટરસી કલબ કાર્યરત કરવામાં આવી છે બાકીની બે શાળા હળવદની સંસ્કાર વિદ્યાલય અને પીપળીયા ચાર રસ્તા પાસેની સત્ય સાઈ હાઈસ્કૂલમા હવે પછી આ કલબ શરૂ થશે.

- text

તાજેતરમાં નવી બનેલી ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં લીગલ લિટરસી ક્લબની સ્થાપના કરવામાં આવી હતી જેમાં ઉદ્ઘાટન પ્રસંગે એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ સી. કે. મુનશી અને જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સેક્રેટરી એમ.ડી. પરમાર ઉપસ્થિત રહ્યા હતા આ તકે એમ.ડી.પરમારે કહ્યું કે બાળકોને સ્કૂલ લેવલથી કાયદાકીય શિક્ષણ મળી રહે તે માટે આ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે અને આ ક્લબમાં ન્યાયાધીશો,લીગલ પેનલ એડવોકેટ અને પેરાલીગલ વોલિયન્ટર બાળકોને કાયદાકીય જ્ઞાન આપશે.

 

- text