ટંકારાના પાટીદાર અગ્રણી રામજીબાપાનું નિધન : સોમવારે બેસણું

- text


ટંકારા તાલુકાને પ્રથમ સાઉન્ડિંગ સિસ્ટમની ભેટ આપનાર રામજીભાઈ ગોધાણીની અંતિમયાત્રામાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા

ટંકારા : ટંકારા તાલુકાના સ્વરને સમુહ સુધી પહોંચાડવા માટે પ્રથમ સાઉન્ડ સિસ્ટમ વસાવનાર પાટીદાર અગ્રણી તથા માજી સહકારી મંત્રી રામજીબાપા ગોધાણી નો દેહ પંચમહાભૂતમાં વિલિન થયો છે.સમાજસેવી રામજીભાઈના નિધન બાદ સ્મશાનયાત્રામાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા.આગામી સોમવારે સદગતનું બેસણું રાખવામાં આવ્યુ છે.

ટંકારાના લક્ષ્મીનારાયણ મંદિર શેરીમાં રહેતા બહુચર મંડપ સાઉન્ડ સિસ્ટમ થકી ટંકારા ને ધાર્મિક પ્રસંગો ટાંકણે કથા કીર્તનમાં સ્વર ને સમુહ સુધી પહોંચાડવાના સ્વપ્ન માટે ટંકારા તાલુકાને સાઉન્ડ સીસ્ટમની પ્રથમ ભેટ આપનાર રામજીભાઈ નરસિંહભાઈ ગોધાણીનું ૮૫ વર્ષે શારીરિક અવસ્થાને કારણે મૃત્યુ થયું હતું રામજીબાપા સહકારી મંડળીમાં મંત્રી રહી સેવા આપી ચૂકયા છે.હંમેશા શાંત અને મધુર સ્વરે જવાબ આપવા માટે જાણીતા રામજીભાઈની અંતિમયાત્રામાં ટંકારા ધુન મંડળ દ્વારા ઈશ્વરીય રાગ આલાપિ તબલા ના સંગાથે સ્મશાન યાત્રા નીકળી હતી.

- text

તાલુકા પંચાયત પ્રમુખ ભુપત ગોધાણી ના મોટા અદા, ઉદ્યોગપતિ અને ઈમિટેશન દુનિયા ના સૌથી જુના વેપારી પ્રવિણભાઈ ગોધાણી નાં પિતા રામજીભાઈના મૃત્યુ ના સમાચાર મળતાં અંતિમયાત્રામાં ટંકારાના અનેક લોકો જોડાયા હતા. સદગતનું બેસણું સોમવારે સવારે ૮થી ૧૦ ચિત્રકુટધામ, ઉગમણા નાકે ,ટંકારા ખાતે રાખેલ છે.

- text