મોરબીના પાડા પુલ ઉપરથી ઝંપલાવનાર યુવતીની સુઈસાઈડ નોટ મળી

- text


મને માફ કરજો મેં જે ઇચ્છયું એ નથી મળ્યું : સુઈસાઈડ નોડ માં ઉલ્લેખ

રેલવેની પાયલોટ ભરતીમાં ઉમેદવારી નોંધાવનારી લક્ષ્મીનગરની યુવતીનું આત્યંતિક પગલું : મૃતદેહ શોધવા ફાયર બ્રિગેડ ધંધે લાગ્યું

મોરબી : આજે મોરબીના મયુરપુલ ઉપરથી લક્ષ્મીનગર ગામની આશાસ્પદ યુવતીએ ઝંપલાવી આપઘાત કરી લેતા સનસનાટી મચી ગઇ છે, ભરબપોરે પુલ પરથી નદીમાં ઝંપલાવતા યુવતીના મૃતદેહને શોધવા ફાયરબ્રિગેડ અને પોલીસે કવાયત હાથ ધરી છે. સ્થળ પરથી યુવતીના ડોકયુમેન્ટની સાથે સુઈસાઈડ નોટ પણ મળી છે જેમાં માતા પિતાને સંબોધીને મને માફ કરજો મેં જે ઇચ્છયું એ નથી મળ્યું માટે આ પગલું ભાર્યાનો ઉલ્લેખ કર્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ આજે ભરબપોરે મોરબીના મયુરપુલ ઉપરથી નિતુબેન કિશોરભાઈ ભંખોડીયા ઉ. ૧૯ રે.લક્ષ્મીનગર, તાલુકો – જિલ્લો મોરબી નામની યુવતીએ મોતની છલાંગ લગાવતા ટ્રાફિકથી ધમધમતા પુલ પર લોકોના ટોળે – ટોળા એકત્રિત થઈ ગયા હતા.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મયૂરપુલ ઉપરથી મોતની છલાંગ લગાવનાર યુવતીએ આપઘાત પૂર્વે મોબાઈલ ફોન અને પર્સ છોડી દીધા હોય પર્સમાંથી આ યુવતીએ રેલવે ભરતી બોર્ડ દ્વારા યોજનાર ભરતીમાં લોકો પાયલોટ ટેક્નિકલ પોસ્ટ માટે ઉમેદવારી નોંધાવી હોવાનું બહાર આવ્યું છે. તેમજ સ્થળ પરથી યુવતીના ડોકયુમેન્ટની સાથે સુઈસાઈડ નોટ પણ મળી છે જેમાં માતા પિતાને સંબોધીને મને માફ કરજો મેં જે ઇચ્છયું એ નથી મળ્યું માટે આ પગલું ભાર્યાનો ઉલ્લેખ કર્યો છે.

- text

જો કે ઉંચાઈ પરથી પડતું મુક્તા મચ્છુ નદીમાં રહેલ પાણીમાં યુવતીનો મૃતદેહ ગરક થઈ ગયો હતો અને ફાયરબ્રિગેડની મદદથી પોલીસે યુવતીનો મૃતદેહ શોધી તેના પરિવારજનોની ભાળ મેળવવા પ્રયાસો હાથ ધાર્યા હતા.

મેં જે ઇચ્છયું એ મને નથી મળ્યું ! હું થાકી ગઈ છું…

મોરબીના પુલ ઉપરથી મોતની છલાંગ લગાવનાર આશાસ્પદ યુવતી નિતુબેન ભંખોડીયાએ આપઘાત પૂર્વે સ્યુસાઇડ નોટ લખી હતી જેમાં લખ્યું છે કે પપ્પા મમ્મી મને માફ કરજો …. મેં જે ઇચ્છુંયું તે મને નથી મળ્યું.. હવે હું થાકી ગઈ છું…sorry… ભાઈને ભણાવજો… બહેનને ઈચ્છે ત્યાં જોબ કરવા દેજો…અને મારા આ અંતિમ પગલાં બદલ કોઈના પર કેસ ન કરતા તેવું લખી અંતિમ પગલું ભર્યું હતું.

- text