હળવદના માથક ગામે હોર્ન વગાડવા જેવી નજીવી બાબતે ડખ્ખો

- text


” સાઈડમાં રે” કહી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી

હળવદના માથક ગામે ચાર શખ્સોએ હોર્ન વગાડી સાઈડમાં રહે તેમ કહી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરીયાદીએ ચાર શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

- text

પોલીસ સુત્રોમાથી મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માથક ગામે રહેતા ખોડાભાઈ હેમુભાઇ પોતાના વાહન પર જતાં હતાં તે દરમિયાન હોર્ન વગાડી સાઈડમાં જવાનું કહેતાં ચારેય શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા.જેમાં ખોડાભાઈને બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેમાં માથક ગામનાં અર્જુનસિંહ જટુભા ઝાલા, હરપાલસિંહ જયવંતસિંહ ઝાલા, ગોપીસિંહ સુખુભા ઝાલા અને ધર્મેન્દ્ર સિંહ ભરતસિંહ ઝાલા વિરુદ્ધ વનરાજસિંહ બી બાબરીયાએ ફરીયાદ નોંધી વધુ તપાસ ચરાડવા આઉટપોસ્ટના હેડ કોન્સ્ટેબલ વસંતરાય વધેરા ચલાવી રહ્યા છે.

lvad na mat

- text